News of Saturday, 19th July 2025
લાંબી બીમારી બાદ તેલુગુ અભિનેતા ફિશ વેંકટએ દુનિયાને ક્હ્યું અલવિદા
સાઉથ સહિત બોલિવૂડની અનેક ફિલ્મોમાં ભજવી વિલનનીચ ભૂમિકા

મુંબઇ :તેલુગુ સિનેમામાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે પ્રખ્યાત અભિનેતા ફિશ વેંકટનું નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચારથી દક્ષિણ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમણે 53 વર્ષની વયે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા મહિનાઓથી કિડની અને લીવરની ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા. સતત ડાયાલિસિસ અને શારીરિક નબળાઈને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહીં.તેલંગાણા યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા ટીમ સાથે સંકળાયેલા મોહમ્મદ ઉમર ફારૂક કુરેશીએ તેમની પોસ્ટમાં લખ્યું છે કે, “ફિશ વેંકટ (53)નું ડાયાલિસિસ દરમિયાન અવસાન થયું. તેમણે તેમના કરિયરમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપે.”
(5:37 PM IST)
