<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 23rd July 2025

ટીવી ઇન્‍ડસ્‍ટ્રીની સૌથી ધનિક અભિનેત્રી કોણ? નામ જાણીને ચોંકી જશો

રૂપાલી ગાંગુલી કે તેજસ્‍વી પ્રકાશનું નામ નથી

મુંબઈ તા.૨૩: ટીવી ઇન્‍ડસ્‍ટ્રીમાં આવી ઘણી સુંદરીઓ છે, જેમનો ચાર્મ આજ સુધી જોવા મળી રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સૌથી ધનિક ટીવી અભિનેત્રી કોણ છે.

તેજસ્‍વી પ્રકાશથી લઈને રૂપાલી ગાંગુલી સુધી, આજકાલ બધા જ સમાચારમાં છે. તેજસ્‍વી ‘નાગિન' અને ‘બિગ બોસ'માં જોવા મળી ચૂકી છે. જોકે, આમ છતાં પણ તે સંપત્તિમાં પાછળ છે. નાના પડદાની સૌથી ધનિક વહુ બીજી કોઈ નહીં પણ ‘‘શ્વેતા તિવારી'' છે.

‘કસૌટી જિંદગી કી'માં -ેરણા તરીકે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર શ્વેતાએ સખત મહેનતના બળે એક ખાસ સ્‍થાન મેળવ્‍યું છે. શ્વેતા કુલ સંપત્તિ ૮૧ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ટીવી શો ઉપરાંત, શ્વેતા બ્રાન્‍ડ એન્‍ડોર્સમેન્‍ટ અને સ્‍ટેજ શો પણ કરે છે. તેણે બિગ બોસ સીઝન ૪ પણ જીતી છે. શ્વેતા છેલ્લે ‘મૈં હૂં અપરાજિતા'માં જોવા મળી હતી.

રૂપાલી ગાંગુલી આજકાલ અનુપમાનું પાત્ર ભજવીને ઘણી ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર, રૂપાલીની કુલ સંપત્તિ ૨૦ કરોડ રૂપિયા છે. બીજી તરફ, તેજસ્‍વી પ્રકાશની નેટવર્થ વિશે વાત કરીએ તો તે ૨૫ કરોડ રૂપિયાની માલિક છે.

રિપોર્ટ અનુસાર, ‘યે રિશ્‍તા કયા કહેલાતા હૈ'માં નાયરાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવનાર શિવાંગી જોશીની કુલ સંપત્તિ ૩૭ કરોડ રૂપિયા છે.

અક્ષરા એટલે કે હિના ખાનની કુલ સંપત્તિ ૫૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. નિયા શર્માની કુલ સંપત્તિ ૭૦ કરોડ રૂપિયા છે, જ્‍યારે દિવ્‍યાંકા ત્રિપાઠીની કુલ સંપત્તિ ૪૦ કરોડ રૂપિયા છે. દિવ્‍યાંકાએ ‘યે હૈ મોહબ્‍બતેં'માં ઇશિતા ભલ્લાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી.(૩૮.૧૪)

(11:13 AM IST)