કાજોલ ઝાડ પાછળ બદલતી હતી સાડીઃ શાહરુખ ગમે ત્યાં કપડાં બદલતો
કરણ જોહરે તાજેતરમાં ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (ડીડીયુ) ના દિવસો યાદ કર્યા અને સેટ પરથી ઘણી વાતો કહી

મુંબઇ તા.૨૬: કરણ જોહરે તાજેતરમાં ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (ડીડીયુ) ના દિવસો યાદ કર્યા અને સેટ પરથી ઘણી વાતો કહી. તેમણે કહ્યું કે તેઓ આ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક હતા અને અનેક પ્રકારના કામ કરતા હતા.
જય શેટ્ટીના પોડકાસ્ટ પર કરણે ખુલાસો કર્યો કે તે ડીડીએલજેના સેટ પર શાહરૂખ ખાન માટે કપડાં ડિઝાઇન કરવા, કાજોલના વાળ બનાવવા અને સેટ પર ભીડનું સંચાલન કરવા જેવી ઘણી બધી બાબતો કરતો હતો. તે સમયે ફિલ્મ બનાવવી સરળ નહોતી કારણ કે અલગ વિભાગો નહોતા. સહાયક દિગ્દર્શકોએ બધી જવાબદારીઓ સંભાળવી પડતી હતી.
કરણે આગળ કહ્યું કે ડીડીએલજે માટે શૂટિંગ કરવું એ તેના માટે એક મહાન શિક્ષણ હતું. સ્વિટ્ઝલૅન્ડમાં શૂટિંગ દરમિયાન ફક્ત ૨૧ લોકોની એક નાની ટીમ હતી. તેઓ બસમાં મુસાફરી કરતા હતા અને જ્યાં પણ સારી જગ્યા દેખાય ત્યાં શૂટિંગ શરૂ કરતા હતા. કાજોલને ઝાડ પાછળ સાડી પહેરાવવાની ફરજ પાડવામાં આવતી હતી અને શાહરુખ ગમે ત્યાં કપડાં બદલતો હતો. તે સમયે ન તો વધારે પૈસા હતા કે ન તો વધારે સુવિધાઓ. શાહરુખ અને કાજોલ સામાન લઈ જવામાં પણ મદદ કરતા હતા.
કરણે એમ પણ કહ્યું કે પહેલા સેટ પર કોઈ વેનિટી વાન કે મેનેજર નહોતા. કાજોલના વાળ અને મેકઅપ કરનારને વિઝા મળતા નહોતા, તેથી કરણ તેના વાળ બનાવતો હતો અને તેની માતા તેનો મેકઅપ કરતી હતી. કરણના મતે પહેલા ફિલ્મ બનાવવી મજાની હતી કારણ કે દરેક વ્યક્તિ એક પરિવારની જેમ કામ કરતા હતા. પરંતુ હવે બધું ખૂબ જ વ્યવસ્થિત અને કંટાળાજનક બની ગયું છે.
ફિલ્મના ગીતો અને સંવાદો આજે પણ ખૂબ પ્રખ્યાત છે. લોકો હજુ પણ શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ડીડીએલજે જોવાનું પસંદ કરે છે. ૩૦વર્ષ પૂર્વે રીલીઝ
કરણ જોહરની નવી ફિલ્મ ‘સરઝમીન' જીઓ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે. તેમાં પળથ્વીરાજ સુકુમારન, કાજોલ અને ઈબ્રાહિમ અલી ખાન છે. તેમની આગામી ફિલ્મ ‘ધડક ૨' છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તળપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે.(૩૮.૭)
