‘પુષ્પા ૨'થી લઇને ‘સૈયારા', ઝડપી ગતિએ રૂ.૨૫૦ કરોડ સુધીની દોડ
‘પુષ્પા ૨' અને ‘જવાન'એ આ લક્ષ્ય માત્ર ચાર દિવસમાં પાર કરી લીધું હતું: ૨૫ ફિલ્મ જેણે ૨૫૦ કરોડ કે તેથી વધુની કમાણી કરીઃ હવે એ દિવસો જતાં રહ્યાં જ્યારે ૧૦૦ કરોડનું લક્ષ્ય પાર કરવું એ કોઈ સિદ્ધિ ગણાતી હતી

મુંબઈ,તા.૩૦: હિન્દી બોક્સ ઓફિસે છેલ્લાં થોડા વખતમાં એક પછી એક સફળ ફિલ્મો જોઈ છે. એમાં કેટલીક એવી ફિલ્મ પણ છે, જેણે ૨૫૦ કરોડની કમાણીના લક્ષ્યને પણ પાર કરી લીધું છે. ‘પુષ્પા ૨' અને ‘જવાન'એ આ લક્ષ્ય માત્ર ચાર દિવસમાં પાર કરી લીધું હતું. તેણે આવનારી ફિલ્મો માટે પણ નવું લક્ષ્ય આપી દીધું હતું. ટૂંક સમયમાં ‘પઠાણ', ‘એનિમલ' અને ‘ગદ્દાર ૨' પણ આ ક્લબમાં જોડાઈ ગઈ હતી. હવે એ દિવસો જતાં રહ્યાં જ્યારે ૧૦૦ કરોડનું લક્ષ્ય પાર કરવું એ કોઈ સિદ્ધિ ગણાતી હતી. હવે ફિલ્મ સરળતાથી ૨૦૦ અને ૩૦૦ કરોડ સુધી પહોંચી જાય છે. હવે મોહિત સુરીની ‘સૈયારા'એ ૧૧ દિવસમાં ૨૫૦ કરોડ સુધીની દોડ પાર કરી લીધી છે.
પુષ્પા ૨: ૪ દિવસઃ ૨૮૫.૭ કરોડ અલ્લુ અર્જૂનની ‘પુષ્પા'નો પહેલો ભાગ સફળ રહ્યા પછી તેની આ ફિલ્મ પર બધાની નજર હતી. આ ફિલ્મ પણ બધાની અપેક્ષાઓ પર ખરી ઉતરી. ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં તેની હાઇપ પણ ઉભી કરવામાં આવી હતી. જે રીતે તેનો માહોલ બન્યો હતો, તેમાંથી માત્ર ચાર જ દિવસમાં આ ફિલ્મે ૨૮૫.૭ કરોડનું લક્ષ્ય પાર કરી લીધું હતું.
જવાનઃ ૪ દિવસઃ ૨૫૨.૦૮ કરોડ શાહરુખ ખાનની જવાનમાં તેનો એક્શન અવતાર લોકોને ઘણો પસંદ પડ્યો. આ ફિલ્મની માસ અપીલ, તેનાં લાગણીસભર સીન અને અટલીના ડિરેક્શનના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાણે રોકેટ સાબિત થઈ હતી. આ ફિલ્મે ચાર દિવસની અંદર ૨૫૦ કરોડને પાર પહોંચી ગઈ હતી.
પઠાણઃ ૫ દિવસઃ ૨૭૧ કરોડ આ શાહરુખની કમબેક ફિલ્મ સમાન ફિલ્મ હતી. એક્શન અને દેશભક્તિથી ભરપુર આ ફિલ્મ વર્ષની સૌથી સફળ ફિલ્મમાંની એક રહી હતી. આ ફિલ્મે માત્ર પાંચ દિવસના સમયમાં આ ફિલ્મ ૨૭૧ કરોડને પાર કરી ગઈ હતી.
એનિમલઃ ૫ દિવસઃ ૨૫૦.૬૬ કરોડ રણબીર કપૂરની ક્રૂર અને હિસા સાથે લાગણીથી ભરપુર ફિલ્મ અનિમલ ટીકા હોય કે વખાણ પણ સતત ચર્ચામાં રહી હતી. નવા પ્રકારની વાર્તા અને સંગીતના કારણે આ ફિલ્મ માત્ર પાંચ જ દિવસમાં ૨૫૦ કરોડે પહોંચી ગઈ હતી અને તેનાથી રણબીર કપૂરનું કમર્શીયલ હિટ હિરો તરીકેનું સ્ટેટસ બની ગયું હતું.
ગદર ૨: ૬ દિવસ :૨૬૧.૩૫ કરોડ સન્ની દેઓલ લગભગ વીસ વર્ષ પછી તારા સિઘ તરીકે આ ફિલ્મના પડદે પાછો ફર્યો હતો. ગદ્દર ૨નો એક અલગ ચાહકવર્ગ રહ્યો છે અને તેનામાં ભીડમાં પણ લાગણી જન્માવાની ક્ષમતા છે. તેણે બોક્સ ઓફિસ પર એવી કમાલ બતાવી કે માત્ર છ દિવસમાં ૨૫૦ કરોડના આંકડાને પાર કરી લીધો હતો.
ષાી ૨ : ૬ દિવસ :૨૫૫.૩૫ કરોડ હોરર કોમેડી ફિલ્મ ‘ષી ૨' ફિલ્મની ટીમ અને દર્શકો બધાં માટે એક સરપ્રાઇઝ તરીકે આવી હતી. તેમાં ડર, હાસ્ય સાથે સામાજિક કટાક્ષ પણ હતો, જે તેની આગળની ફિલ્મ કરતાં પણ વધુ સારી ચાલી હતી. ફિલ્મે માત્ર છ દિવસના સમયમાં ૨૫૫.૩૫ કરોડની કમાણી કરી લીધી હતી.
કેજીએફ ચેપ્ટર ૨ :૭ દિવસ :૨૫૫.૦૫ કરોડ આ કન્નડા ફિલ્મ હિન્દી બેલ્ટમાં પણ ઘણી સારી ચાલી હતી, તેની ઘણા ઓછા લોકોને આશા હતી. યશનો જાદુ ઓડિયન્સ પર ચાલી ગયો હતો સાથે પ્રશાંત નીલના ડિરેક્શનનો સ્કેલ, એવો હતો કે લાંબા સમયથી દુષ્કાળમાં ચાલી રહેલી બોક્સ ઓફિસના રથને ૨૫૫ કરોડ સુધી ખેંચી ગઈ હતી.
બાહુબલી ૨: ૮ દિવસઃ ૨૬૬.૧૫ કરોડ આ ફિલ્મે જાણે ભારતીય સિનેમાનું સમગ્ર લ્લશ્ય જ બદલી નાંખ્યું. રાજામૌલીની પહેલી બાહુબલી તો પાછળથી લોકપ્રિય થઈ પરંતુ એવા અંત સાથે અટકી કે બીજી ફિલ્મ માટે દેશભરમાં ઉત્સુકતા અને આતુરતાની આંધી આવી ગઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ એવી છવાઈ ગઈ કે જે સમયે ફિલ્મ ૧૦૦ કરોડ સુધી પહોંચે તો પણ ઐતિહાસિક સિદ્ધિ લાગતી ત્યારે આ ફિલ્મે ૮ દિવસમાં ૨૮૬.૭૫ કરોડની દોડ પુરી કરી લીધી હતી.
છાવા : ૯ દિવસ : ૨૮૬.૭૫ કરોડ આ એવી ફિલ્મ ખુબ ઝડપથી આ પડાવ પાર કરી લીધો હતો. મારાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી.
સૈયારા :૧૧ દિવસ :૨૫૬.૭૫ કરોડ આ એવી પહેલી ફિલ્મ છે, જેમાં નવા કલાકારો હોવા છતાં તે ફિલ્મે ૧૧ દિવસમાં જ ૨૫૬.૭૫ કરોડની કમાણી કરી લીધી છે, હજુ આ ફિલ્મ થિએટરમાં સ્થિર ગતિએ આગળ વધી રહી છે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ડાર્ક હોર્સ સાબિત થઈ છે.
આ સિવાય દંગલે ૧૦ દિવસમાં ૨૬૪.૨૧ કરોડ, સંજુએ ૧૦ દિવસમાં ૨૬૫.૪૮ કરોડ, ટાઇગલ ઝિદા હૈ ૧૦ દિવસમાં ૨૫૪.૭૫ કરોડ, બજરંગી ભાઈજાન ૧૧ દિવસમાં ૨૫૦.૦૨ કરોડ, સુલતાન ૧૨ દિવસમાં ૨૬૩.૨૩ કરોડ, પીકે ૧૨ દિવસમાં ૨૫૫.૭૭ કરોડ, વોર ૧૨ દિવસમાં ૨૬૦ કરોડ, ધૂમ ૩ ૧૩ દિવસમાં ૨૫૨.૭૧ કરોડ, ટાઈગર ૩ ૧૫ દિવસમાં ૨૫૨.૭૫ કરોડ, પદ્માવત ૧૮ દિવસ ૨૫૩.૮૦ કરોડ, કલ્કિ ૨૮૯૮ એડી ૧૮ દિવસમાં ૨૫૪.૬૦ કરોડ, કબીર સિહ ૨૨ દિવસમાં ૨૫૧.૯૪ કરોડ અને આરઆરઆર ૨૩ દિવસમાં ૨૫૦.૦૯ કરોડ, તાન્હાજી ૨૫ દિવસમાં ૨૫૧.૯૪ કરોડ અને ભૂલ ભુલૈયા ૩ની કમાણી ૨૮ દિવસમાં ૨૫૧ કરોડ હતી.
