<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 31st July 2025

ખુશી કપૂરે ગુજરાતના વણજારા લોકો જેવો ડ્રેસ પહેરીને કર્યો રેમ્‍પ-વોક

ઇન્‍ડિયન કુટ્‍યુઅર વીકમાં સારા અલી ખાને પણ પોતાનો જાદુ બતાવ્‍યો

 

મુંબઇ તા.૩૧: ફેશન ડિઝાઇન કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા (એફડીસીઆઇ) દ્વારા નવી દિલ્‍હીમાં યોજાતા ઇન્‍ડિયન કુટ્‍યુઅર વીક (આલસીડબ્‍લ્‍યુ)માં મંગળવારે સારા અલી ખાન અને ખુશી કપૂરે રેમ્‍પ પર પોતાની ચમક બતાવી. સારાએ ડિઝાઇનર આયશા રાવ માટે શોસ્‍ટોપર તરીકે રેમ્‍પ-વોક કર્યો, જ્‍યારે ખુશી કપૂરે ડિઝાઇનર રિમઝિમ દાદુ માટે રેમ્‍પ પર જાદુ બતાવ્‍યો. 

સારા અલી ખાને ડિઝાઇનર આયશા રાવના ડેબ્‍યુ કલેક્‍શન ‘વાઇલ્‍ડ ઍટ હાર્ટ' માટે રોઝ ગોલ્‍ડ લેહંગો પહેરીને રેમ્‍પ-વોક કર્યો હતો. તેનો લુક મિનિમમ મેકઅપ અને ખુલ્‍લા વાળ સાથે કમ્‍પ્‍લીટ થયો હતો. ખુશી કપૂરે ડિઝાઇનર રિમઝિમ દાદુના ઑક્‍સિન કલેક્‍શન માટે શોસ્‍ટોપર તરીકે રેમ્‍પ-વોક કર્યો. તેનું ટૂ-પીસ આઉટફિટ ગુજરાતના વણજારા લોકોના આઉટફિટથી પ્રેરિત હતું જે આધુનિક સ્‍ટાઇલ સાથે પરંપરાનું કોમ્‍બિનેશન સમાન હતું.(૩૮.૬)

 

(10:06 AM IST)