<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 31st July 2025

અભિનેતા શાહિદકપુરે લોર્ડ્સના મેદાન પર કરી બેટિંગ:ઇંગ્લેન્ડના બોલર સાથે હાથ મિલાવ્યા

ક્રિકેટ રમતા અભિનેતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ : શાહિદ કપૂર લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમ્યો હતો, જ્યાં તેની પત્ની મીરા રાજપૂત પણ હાજર હતી

મુંબઈ : બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરને મોટા પડદા પર ક્રિકેટ રમતો જોયો હશે. તેણે 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ "જર્સી" માં ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી. જોકે તાજેતરમાં જ અભિનેતા હવે વાસ્તવિક જીવનમાં બેટિંગ કરતાં જોવા મળ્યો અને તે પણ લંડનના 'હોમ ઓફ ક્રિકેટ' એટલે કે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર. જુઓ તસવીરો

, શાહિદ કપૂર લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમ્યો હતો, જ્યાં તેની પત્ની મીરા રાજપૂત પણ હાજર હતી. ક્રિકેટ રમતા અભિનેતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ક્રિકેટ યુનિફોર્મમાં જોઈને ખૂબ ખુશ છે. પૂર્વ અંગ્રેજી ક્રિકેટર સાથેની તેની એક તસવીર વાઈરલ થઈ રહી છે.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઓફિશિયલ X હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જેમાં અભિનેતા શાહિદ કપૂર ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. તે ફની રીતે ક્રિકેટ રમી રહ્યો છે અને મેદાન પર મજા પણ કરી રહ્યો છે. એક તસવીરમાં અભિનેતા ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવન ફિન સાથે હાથ મિલાવતા પણ જોવા મળ્યો. આ તસવીરો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે આજે ક્રિકેટના ઘરઆંગણે શાહિદ કપૂરને રમતા જોવું અદ્ભુત છે.

શાહિદ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિકેટ રમતા ઘણા ફોટા પણ શેર કર્યા છે. જર્સી પહેરેલો આ અભિનેતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોઝ આપી રહ્યો છે. એક જગ્યાએ તે હાથમાં બેટ લઈને મેદાન પર જતો જોવા મળે છે. એક ફોટામાં તે તેની પત્ની મીરા રાજપૂત સાથે પણ જોવા મળ્યો હતો. આ ફોટા સાથે અભિનેતાએ લખ્યું કે વોટ અ ડે..

દેવા પછી શાહિદે તેની આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. તે વિશાલ ભારદ્વાજની રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે જેમાં કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત, અભિનેતા પાસે ફર્ઝી 2, કોકટેલ 2 અને અર્જુન ઉસ્ત્ર જેવી ફિલ્મો છે.

(12:36 PM IST)