બિગ બોસ ૧૯નું ટ્રેલર આવ્યું સામે : આ વખતે જોવા મળશે લોકશાહીનો ટ્વિસ્ટ
બિગ બોસ ૧૯નું કાઉન્ટડાઉન શરૂ : 24 ઓગસ્ટથી થશે આરંભ : દર્શકો પણ જીતી શકે છે લાખોના ઇનામો

મુંબઈ: ભારતના સૌથી મનોરંજક રિયાલિટી શો બિગ બોસ ૧૯નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ૨૪ ઓગસ્ટથી તેનું પ્રીમિયર થશે, તેનું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું. તેના ટ્રેલરમાં સલમાન ખાન એક લીડર તરીકે હોલમાં પ્રવેશ કરે છે. એવું લાગે છે કે આ વખતે શોની થીમ સંસદથી પ્રેરિત હશે. સલમાન ખાન કહે છે કે, આ બિગ બોસના ઘરમાં લોકશાહી હશે, ક્રેઝી ડ્રામા નહીં.પછી તે સમજાવે છે કે આ વખતે બિગ બોસ અન્ય સીઝન કરતા કેવી રીતે અલગ હશે. આ ટ્રેલરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરશે. પહેલા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ શો કોઈ બીજું હોસ્ટ કરી શકે છે.આ વખતે રિયાલિટી શોમાં ઘરના સભ્યોની થીમ 'સરકાર' હશે. બિગ બોસના ઇતિહાસમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે. તેનું ટ્રેલર કહી રહ્યું છે કે આ વખતે બિગ બોસની આ સીઝન ખૂબ જ વિસ્ફોટક બનવાની છે.બિગ બોસ-૧૯ ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ થી રાત્રે ૯ વાગ્યે જિયો હોટસ્ટાર પર અને રાત્રે ૧૦.૩૦ વાગ્યે કલર્સ પર પ્રસારિત થશે.જિયો હોટસ્ટાર સાથે સંકળાયેલા આલોક જૈને જણાવ્યું હતું કે, "બિગ બોસ દર વખતે ઉચ્ચ પ્રભાવનું મનોરંજન લાવે છે. આ વખતે અમે ઘરના સભ્યોના 'સરકાર' ની થીમ સાથે કંઈક નવું લાવી રહ્યા છીએ. આ સિઝનમાં, ઘરના સભ્યોના હાથ વધુ શક્તિશાળી છે, તેથી તે વધુ મજેદાર રહેશે. તમે આવો બિગ બોસ પહેલાં ક્યારેય જોયો નથી."જિયો હોટસ્ટાર બિગ બોસ સીઝન ૧૯ નો રોમાંચ વધારવા માટે તૈયાર છે. તેઓએ તેને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે. આ વખતે દર્શકોને એપ દ્વારા સીધા મતદાન કરીને તેમના મનપસંદ સ્પર્ધકોને બચાવવાની તક મળશે. આ સિઝનમાં 'જીતો ધન ધના ધન' સ્પર્ધા પણ શરૂ થઈ ગઈ છે, જેમાં ચાહકોને શો સંબંધિત સરળ પ્રશ્નોના જવાબ આપીને ઇનામો જીતવાની તક મળશે.
