<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 8th August 2025

ટીવીની રામ-સીતાની જોડી પહોંચી મથુરા : ગુરમીત- દેબીનાએ પ્રેમાનંદ મહારાજ પાસેથી લીધા આશીર્વાદ

વૃંદાવનના આધ્યાત્મિક વાતાવરણનો બે દીકરીઓ સાથે માણ્યો આનંદ

મુંબઈ: અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બોનરજી તાજેતરમાં જ કૌટુંબિક વેકેશન માટે મથુરાની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ વૃંદાવનના આધ્યાત્મિક વાતાવરણનો આનંદ માણ્યો હતો.આ દંપતીએ મંદિરોની મુલાકાત લીધી હતી અને આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજજીને પણ મળ્યા હતા. ગુરમીત અને દેબીનાની સફર આશીર્વાદ, ભક્તિ અને ખાસ ક્ષણોથી ભરેલી હતી.બંનેએ ઇન્સ્ટાગ્રામ પર આ આધ્યાત્મિક સફરની કેટલીક ઝલક શેર કરી અને પોસ્ટમાં લખ્યું, "મથુરાએ અમને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા! આ સફર અમારા માટે અદ્ભુત હતી - વૃંદાવન હોમ ટાવર્સમાં રહેવાથી લઈને 'હરે રામ હરે કૃષ્ણ' ની મધુર ધૂન સાંભળવા સુધી, બધું ખૂબ જ શાંતિપૂર્ણ અને પ્રેમથી ભરેલું હતું. અમને ખુશી છે કે અમારા નાના બાળકો મંદિરો જોઈ શક્યા અને ત્યાં આધ્યાત્મિક ઉર્જા અનુભવી શક્યા. અમને પ્રેમાનંદ મહારાજજીને મળવાની તક પણ મળી, જેમના શબ્દો અમારા હૃદયને સ્પર્શી ગયા. હું આ સુંદર જીવન માટે ખૂબ આભારી છું. આભાર, મથુરા!"તસવીરોમાં, ગુરમીત અને દેબીના તેમના બાળકો સાથે મંદિરોની અંદર આશીર્વાદ લેતા અને ફોટા પડાવતા જોવા મળે છે. વીડિયોમાં, તે ભગવાન કૃષ્ણની મૂર્તિને ઝૂલાવતો અને ગાયને ચારો ખવડાવતો જોવા મળે છે. એક ક્લિપમાં, પ્રેમાનંદ મહારાજ જી ગુરમીતને શાંતિ અને ભક્તિ સાથે ભગવાનનું નામ જપવાની સલાહ આપતા જોવા મળે છે.

(5:56 PM IST)