<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 8th August 2025

પ્રેગ્નેન્સીમાં સેટ પર ડૉક્ટરને મળવાની મંજૂરી પણ ન આપી

અભિનેત્રી રાધિકા આપ્ટેનો પ્રોડ્યુસર પર આરોપઃરાધિકાએ કહ્યું, તેમનું વલણ મારા પ્રત્યેનું વલણ ખૂબજ કડક હતું, એમણે મને ટાઈટ કપડાં પહેરવા જીદ કરી હતી

મુંબઈ, તા.૮

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાધિકાને OTTની ક્વિન કહેવામાં આવે છે. રાધિકા તેની પર્સનલલાઈફ વિશે ક્યારે વાત નથી કરી. પણ હાલમાં જ તેણે તેની પ્રેગ્નન્સીના દિવસોને યાદ કરતા એક પ્રોડયૂસર પર ગંભીર આરોપ લગાવ્યો હતો. રાધિકાએ જણાવ્યું હતું કે તેણે પ્રોડ્યૂસરના વિચિત્ર વર્તનનો ભોગ બનવું પડ્યું હતું. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે બોલિવૂડ હજુ પણ પ્રેગ્નેન્ટ અભિનેત્રીઓ અંગે રૃઢિચુસ્ત વિચારસરણીમાં અટવાયેલું છે. પ્રેગ્નેન્સીના દિવસોમાં તેણે ઘણી ભાવનાત્મક અને શારીરિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીએ મા બનવાથી લઈને સમાજમાં રહેલી જૂની વિચારસરણી અને ભેદભાવ પર વાત કરી હતી. તેણે કહ્યું-પ્રેગ્નન્સી દરમિયાન હું જે પ્રોડ્યૂસર્સ સાથે કામ કરી રહ્યો હતો, તેને મારી પ્રેગ્નન્સીની ખબર સારી ન લાગી.

રાધિકાએ કહ્યું, તેમનું વલણ મારા પ્રત્યેનું વલણ ખૂબજ કડક હતું, એમણે મને ટાઈટ કપડાં પહેરવા જીદ કરી હતી, જ્યારે હું એ સમયે પ્રેગ્નેન્ટ હતી,ખૂબ અસ્વસ્થતા અનુભવી રહી હતી. મને વારંવાર ભૂખ લાગતી તો પાસ્તા અથવા ભાત વધારે ખાતી હતી. એ સમયે મારી સાથે સારું વર્તન કરવાની જગ્યાએ પ્રોડ્યુસરે મારી સાથે ગંદુ વર્તન કર્યું હતું, એટલું જ નહીં મને ઠીક ન લાગવાથી સેટ પર  ડૉક્ટરને પણ મળવાની મંજૂરી નહોતી આપી

જોકે, રાધિકા તે સમયે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી હતી. તેણે તે ફિલ્મના પ્રોડ્યુસરની પ્રશંસા કરતા કહ્યું કે, હોલીવુડના એક ફિલ્મ પ્રોડ્યુસરે મારો ખૂબ સપોર્ટ કર્યો હતો. જ્યારે હું તેમને કહેતી હતી કે હું વધુ ખાઈ રહી છું અને શૂટિંગના અંત સુધી મારો લુક બદલાઈ શકે છે, તો તેમણે હસીને કહ્યું, ચિંતા ન કરો, જો તમે આ પ્રોજેક્ટના અંત સુધી સંપૂર્ણપણે બદલી પણ જાઓ, તો પણ કોઈ વાત નથી, કારણ કે તમે પ્રેગ્નન્ટ છો. તેમનું મારા પ્રત્યે આવુ વલણ ખૂબ સારું રહ્યું હતું.

રાધિકાએ જણાવ્યું કે તે પ્રોફેશનલ જવાબદારીઓને સારી રીતે સમજે છે, અને હંમેશાં તેનો સન્માન પણ કરે છે. તેણે કહ્યું હું કોઈની પાસેથી ખાસ વર્તનની અપેક્ષા રાખતી ન હતી, ફક્ત થોડી-થોડી માનવતા અને સમજદારી જ ઈચ્છતી હતી. જણાવી દઈએ કે રાધિકાની મુલાકાત બેનેડિક્ટ ટેલર સાથે ૨૦૧૧માં લંડનમાં થઈ હતી, જ્યારે તે એક વર્ષના બ્રેક પર હતી અને કન્ટેમ્પરરી ડાંસ શીખવા ગઈ હતી. બંનેએ ૨૦૧૩માં લગ્ન કર્યા હતા, અને ડિસેમ્બર ૨૦૨૪માં રાધિકાએ દીકરીને જન્મ આપ્યો હતો.

(8:04 PM IST)