‘ગાંધી'નો વર્લ્ડ પ્રીમિયર યોજાશે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની વેબસિરીઝ

મુંબઇ તા.૯: એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની બહુ -તિક્ષિત આંતરરાષ્ટ્રીય સિરીઝ ‘ગાંધી'નો વર્લ્ડ પ્રીમિયર ૨૦૨૫ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં થવાનો છે. પ્રખ્યાત નિર્દેશક હન્સલ મહેતા દ્વારા દિગ્દર્શિત અને અભિનેતા પ્રતિક ગાંધીની મુખ્ય ભૂમિકાવાળી આ સિરીઝને TIFF ના પ્રાઇમટાઇમ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે અને આ પહેલી ભારતીય સિરીઝ છે જેને આ મોટા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું છે.
ઈતિહાસકાર રમચંદ્ર ગુહાની પ્રામાણિક પુસ્તકો પર આધારિત ગાંધી એક વિશાળ અને અનેક સીઝનવાળી કહાણી છે. આ સિરીઝ આપણને મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. ફક્ત તે મહાન વ્યક્તિ તરીકે નહીં જેને આપણે ઓળખીએ છીએ, પરંતુ એક યુવાન, ખામીઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી માનવી તરીકે, જેને દુનિયાએ હજુ સુધી નથી ઓળખ્યો. આ કહાણી છે કોલોનિયલ ભારતના એક ઉત્સુક કિશોર, લંડનના શરમાળ કાયદાના વિદ્યાર્થી અને પછી દક્ષિણ આફ્રિકા માં ૨૩ વર્ષ વિતાવનાર એક યુવાન વકીલની. આ યાત્રા વિરોધાભાસો, નિષ્ફળતાઓ અને આત્મ-શોધથી ભરેલી છે. મહાત્મા બન્યા પહેલાં, તે ફક્ત મોહન હતા. ડિરેક્ટર હંસલ મહેતાએ જણાવ્યું કે ગાંધી તેમની કારકિર્દીની સૌથી સર્જનાત્મક અને હૃદયસ્પર્શી યાત્રા રહી છે. પ્રીમીયરમાં ટીમના મહત્વપૂર્ણ સભ્યો હાજર રહેશ. સમીર નાયર, હન્સલ મહેતા, સિદ્ધાર્થ ખેતાન, -તિક ગાંધી, ટૉમ ફેલ્ટન અને કબીર બેદી. આ મહત્ત્વનાપ્રોજેક્ટમાં સંગીત એ.આર. રહમાને આપ્યું છે. લેખન ટિમમાં વૈભવ વિશાલ, કરણ વ્યાસ, ફેલિક્સ વોન સ્ટમ, હેમા ગોપીનાથન, સહજ કૌર મૈનિ અને યશના મલ્હોત્રા સામેલ છે. સ્ક્રિપ્ટ સલાહકાર તરીકે સિદ્ધાર્થ બસુ અને ઇતિહાસકાર રમચંદ્ર ગુહાનું યોગદાન છે. કાસ્ટિંગ મુકેશ છાબરા અને શકીરા ડાઉલિંગે સંભાળી છે, જ્યારે -ોડક્શન ડિઝાઇન શશાંક ટેરે, કોસ્ચ્યુમ ડિઝાઇન પિયા બેનેગલ અને સિનેમેટોગ્રાફી પ્રથમ મહેતાએ કરી છે.
