News of Monday, 11th August 2025
હિના ખાનને કેન્સરને કારણે નથી મળી રહ્યું કામ

મુંબઈ, તા.૧૧: હિના ખાને બહુ હિંમતપૂર્વક બ્રેસ્ટ-કૅન્સરનો સામનો કર્યો છે. હવે તેની સર્જરી થઈ ચૂકી છે અને હવે તે પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખી રહી છે. હિના હવે ફરીથી ટીવીના પડદે પાછી ફરી રહી છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે કૅન્સરને કારણે તે અનેક પ્રોજેક્ટ ગુમાવી ચૂકી છે.
(3:43 PM IST)
