ફિલ્મોથી દૂર છતાં ઐશ્વર્યા રાય બચ્ચનની નેટવર્થ છે રૂ.૯૦૦ કરોડ

મુંબઈ, તા.૧૧: બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ તો છે જ, પણ એની સાથે સાથે તે બચ્ચન પરિવારની બહુરાની પણ છે. અલબત્ત એ વાત અલગ છે કે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક નતચી ચાલી રહ્યું. પર્સનલ લાઈફને કારણે ઐશ્વર્યા સતત ચર્ચામાં રહે છે ત્યારે લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેતી ઐશ્વર્યાની નેટવર્થનો આંકડો સાંભળશો તો તમારા પગતળેથી જમીન ખસી જશે. એટલું જ નહીં આ સાથે ઐશ્વર્યા બોલીવૂડની બીજી સૌથી ધનવાન એક્ટ્રેસ બની ગઈ છે.
ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં અનેક સમયથી ફિલ્મોથી દૂર છે પણ તેમ છતાં તેની નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. કમાણીના મામલા એશબેબીએ અનેક એક્ટ્રેસને પાછળ મૂકી દઈને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ બની ગઈ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા એક ફિલ્મમાં કામ કરવા માટે ૧૦ કરોડ રૂપિયાની ફી વસૂલે છે. આ સિવ્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે ૬થી ૭ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. વાત કરીએ બચ્ચન પરિવારની બહુરાનીની કુલ નેટવર્થ વિશે તો તે ૯૦૦ કરોડ રૂપિયા જેટલી છે અને આ સાથે જ તે સૌથી વધુ કમાણી કરનારી ભારતની બીજી એક્ટ્રેસ બની ગઈ છે. આ સિવાય ઈન્વેસ્ટમેન્ટને કારણે ઐશ્વર્યા એક કુશળ ઉદ્યમી પણ છે.
