જન્માષ્ટમીના લોંગ વીકેન્ડમાં OTT પર માણવા મળશેઃ ભરપૂર મનોરંજન
આ અઠવાડિયે ઓટીટી પર રિલીઝ થશે ‘સારે જહાં સે અચ્છા' અને ‘ધ ઇકોઝ ઓફ સર્વાઇવર્સ' સહિતની ફિલ્મ અને સિરીઝ લગભગ ૨૦ અલગ પ્રકારની ફિલ્મ અને સિરીઝ જોવા મળશેઃ હિન્દી, સાઉથ ઇન્ડિયન, કોરિયન અને ઇંગ્લિશમાં એકથી વધુ વિકલ્પોની મજા લઈ શકો છો

મુંબઈ,તા.૧૩: તહેવારના લોંગ વીકેન્ડમાં વરસાદની આગાહી પણ છે, સામે ઘણા લોકો એવા પણ હશે, જેને ફરવા જવાનો મેળ પડ્યો નથી. કેટલાંક એવા પણ હશે જે ફરવા તો ગયાં પણ વરસાદને કારણે ફરી શકાય એમ નથી, એ લોકો માટે આ અઠવાડિયે દરેક ઓટીટી પ્લેટફર્મ પર ઘણી ફિલ્મ અને સિરીઝ લોંચ થઈ રહી છે, લગભગ ૨૦ અલગ પ્રકારની ફિલ્મ અને સિરીઝ જોવા મળશે. જે બિજ વોચ કરીને હિન્દી, સાઉથ ઇન્ડિયન, કોરિયન અને ઇંગ્લિશમાં એકથી વધુ વિકલ્પોની મજા લઈ શકો છો.
સારે જહાં સે અચ્છાઃ૧૨ ઓગસ્ટઃ ગૌરવ શુક્લાએ ડિરેકટ કરેલી અને પ્રતિક ગાંધી, સન્ની હિદુજા, સુહૈલ નાયર, ક્રિતિકા કામરા અને તિલોત્તમા શોમે જેવા કલાકારોની સિરીઝ ‘સારે જહાં સે અચ્છા' ૧૨ ઓગસ્ટે રિલીઝ થશે. ૧૯૭૦ની વાત કરતી આ સિરીઝ એર હિન્દી સ્પાય થ્રિલરમાં પ્રતિક ગાંધી વિશ્ણુ શંકર નામના એક ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે, જે દેશ પરનો પરમાણુ હુમલો રોકવા પ્રયત્ન કરે છે.
કોર્ટ કચેરીઃ ૧૩ ઓગસ્ટઃ રુચિર અર્જુને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પવન રાજ મલ્હોત્રા, આશિષ વર્મા અને પુનીત બત્રા મહત્વના રોલમાં છે. પંચાયત અને પિચર્સ સહિતની સીરિઝના જાણીતા પ્રોડ્યુસર્સ ટીવીએફ દ્વારા આ લીગલ ડ્રામા સિરીઝ પરમ નામના યુવાનની વાત કરે છે. જેને પોતાના પિતાનો વારસો જાળવવા માટે વકીલાતના ધંધામાં આવવું પડે છે.
તેહરાનઃ ઓગસ્ટ ૧૪: અરુણ ગોપલને ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં જોホ અબ્રાહમ, માનુશી છીલ્લર અને નીરુ બાજવા લીડ રોલમાં છે. ૨૦૧૨ના ઇઝરાયલના હુમલા પર આધારીત આ ફિલ્મ તહેરાનમાં જ્હોન ડિસીરી રાજ સિઘાનિયાના રોલમાં જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ થિએટરમાં રિલીઝ થવાને બદલે સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે.
અંધેરાઃ ૧૪ ઓગસ્ટઃ રઘુવીર ધરે ડિરેક્ટ કરેલી આ સિરીઝમાં પ્રાજક્તા કોલી, સુરવીન ચાવલા, પ્રિયા બાપટ અને કરનવીર મલ્હોત્રા મહત્વના રોલમાં હશે. આ એક કાલ્પનિક હોરર થ્રિલર સિરીઝ છે, જેમાં એક ઇન્સ્પેક્ટર અને વિદ્યાર્થી મુંબઇની એક યુવતી અચનક ગાયબ થઈ ગઈ હોવાની ઘટનાની તપાસ કરે છે.
ધ ક્રોઃ૧૪ ઓગસ્ટઃ રુપર્ટ સેન્ડર્સે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બિલ સ્કાર્સગર્ડ અને એફકેએ ટ્વિગ્ઝ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એરિક અને શેલીની લવસ્ટોરી છે. જેમાં એક રહસ્યમય આત્મા એરિક અને શેલીને મારવા માટે આવે છે. એરિકમાં કાગડાનો આત્મા આવી જાય છે અને પોતાના પ્રિયજનોને પાછા લાવવાનું મિશન શરૂ કરે છે.
ધ ઇકોઝ ઓફ સર્વાઇવર્સ (ઇનસાઇડ કોરિયાઝ ટ્રેજેડીઝ) ૧૫ ઓગસ્ટઃ ડિરેક્ટર જો સિઓંગ હ્યિઓને ડિરેક્ટ કરેલી આ ડોક્યુમેન્ટ્રી સિરીઝમાં સૌઉથ કોરિયામાં બનેલી ચાર મોટી આફતોમાં બચેલા લોકોના અનુભવોની વાત કરે છે.
અંધેરાઃ ૧૪ ઓગસ્ટઃ રઘુવીર ધરે ડિરેક્ટ કરેલી આ સિરીઝમાં પ્રાજક્તા કોલી, સુરવીન ચાવલા, પ્રિયા બાપટ અને કરનવીર મલ્હોત્રા મહત્વના રોલમાં હશે. આ એક કાલ્પનિક હોરર થ્રિલર સિરીઝ છે, જેમાં એક ઇન્સ્પેક્ટર અને વિદ્યાર્થી મુંબઇની એક યુવતી અચનક ગાયબ થઈ ગઈ હોવાની ઘટનાની તપાસ કરે છે.
ધ ક્રોઃ ૧૪ ઓગસ્ટઃ રુપર્ટ સેન્ડર્સે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બિલ સ્કાર્સગર્ડ અને એફકેએ ટ્વિગ્ઝ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એરિક અને શેલીની લવસ્ટોરી છે. જેમાં એક રહસ્યમય આત્મા એરિક અને શેલીને મારવા માટે આવે છે. એરિકમાં કાગડાનો આત્મા આવી જાય છે અને પોતાના પ્રિયજનોને પાછા લાવવાનું મિશન શરૂ કરે છે.
બટરફલાયઃ સીઝન ૧ ૧૩ ઓગસ્ટઃ ડિરેક્ટર ટોની મર્ચન્ટે ડિરેક્ટ કરેલી આ સિરીઝમાં એન્ના ફ્રાયલ, એમેટ જે સ્કેનલેન અને કેલમ બૂથ ફોર્ડ મહત્વના રોલમાં છે. આ એક બ્રિટિશ ટેલિવિઝન ડ્રામામાં ૧૧ વર્ષના મેક્સના પરિવારની વાર્તા છે, જે એક ટ્રાન્સ જેન્ડર છે. મેક્સ છોકરી બનવા માગે છે અને મેક્સિન બનવા માગે છે. ત્યારે તેના માતા-પિતા વિકી અને સ્ટીફન આ સ્થિતિનો સામનો કરવાની સાથે તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરે છે.
જેએસકેઃ જાનકી વર્સીસ સ્ટેટ ઓફ કેરાલાઃ ૧૫ ઓગસ્ટઃ પ્રવીણ નારાયણે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અનુપમા, પરમેશ્વરન અને સુરેશ ગોપી લીડ રોલમાં છે. આ એક મલયાલમ કોર્ટરૂમ ડ્રામા છે, જેમાં એક ઘટના પછી જાનકી વી નામની મહિલા ન્યાયની લડત લડે છે. તેમાં એક મજબુક અને ધારદાર વકીલની એન્ટ્રી થતાં આ કેસમાં નવો વળાંક આવે છે.(૪૦.૯)
