<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 13th August 2025

રજનીકાંતનો કુલીનો ક્રેઝ સિંગાપોરની કંપનીએ કર્મચારીઓને રજા આપી

પહેલા દિવસના પહેલા શો સાથે ભોજનની વ્‍યવસ્‍થા કરીઃ કૂલીના એડવાન્‍સ બુકિંગથી ધમાલ મચી ગઈ તમિલનાડુના મદુરાઈમાં એક કંપનીએ પણ કંઈક આવું જ કર્યુ છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે

ચેન્નાઇ તા.૧૩: સુપરસ્‍ટાર રજનીકાંતની તમિલ ફિલ્‍મ કુલી રિલીઝ માટે તૈયાર છે. ફિલ્‍મ પ્રત્‍યે ચાહકોમાં ઉત્‍સાહ જોઈને, સિંગાપોરની એક કંપનીએ તમિલ કર્મચારીઓ માટે પેઇડ રજાની જાહેરાત કરી છે. આ કંપની પહેલાં, કેટલીક ભારતીય કંપનીઓએ પણ કર્મચારીઓ માટે રજાની જાહેરાત કરી છે. દિગ્‍દર્શક લોકેશ કનાગરાજની આ ફિલ્‍મ ૧૪ ઓગસ્‍ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રજા ઉપરાંત, કંપની (ફાર્મર કન્‍સ્‍ટ્રક્‍શન્‍સ -ાઇવેટ લિમિટેડ) પહેલા દિવસે પહેલા શો માટે ટિકિટ આપી રહી છે. આ સાથે, તે ખાવા-પીવા માટે ૩૦ સિંગાપોર ડોલરનું ભથ્‍થું પણ આપી રહી છે. કંપનીએ આ પહેલને શ્રમ કલ્‍યાણ અને તણાવ વ્‍યવસ્‍થાપન હેઠળની પ્રવળત્તિ ગણાવી છે. આ જાહેરાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભારતમાં ઘણા ચાહકો પણ આનાથી ખુશ છે.

એસબી માર્ટ તરીકે ઓળખાતી બીજી કંપનીએ જાહેરાત કરી છે કે કંપની ૧૪ ઓગસ્‍ટના રોજ સવારે ૭ થી ૧૧:૩૦ વાગ્‍યા સુધી બંધ રહેશે. કંપનીના ડિરેક્‍ટર કળષ્‍ણ પ્રકાશ નામ્‍બિયારની નોંધમાં લખ્‍યું છે કે, વ્‍યવસાય સવારે ૧૧:૩૦ વાગ્‍યાથી રાબેતા મુજબ શરૂ થશે. અસુવિધા બદલ માફ કરશો.તમિલનાડુના મદુરાઈમાં પણ, એક કંપનીએ ૧૪ ઓગસ્‍ટે તેની તમામ શાખાઓમાં રજા જાહેર કરી છે. નોટિસમાં લખ્‍યું છે કે સુપરસ્‍ટાર રજનીકાંતની ફિલ્‍મ કુલીની રિલીઝને કારણે રજાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રજનીકાંતના ૫૦મા વર્ષની ઉજવણી પણ યોજાશે. અનાથાલયો અને વળદ્ધાશ્રમોમાં ભોજનનું વિતરણ કરવામાં આવશે અને લોકોને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવશે.

(3:22 PM IST)