વિશ્વની ૧૦ સૌથી સુંદર અભિનેત્રીઓમાં ક્રિતી સૅનન ચોથા નંબરે
પાકિસ્તાનની ચર્ચિત ઍક્ટ્રેસ હાનિયા આમિર ત્રીજા સ્થાન પર છે

મુંબઇ તા.૧૪: ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (આઇએમડીબી) દ્વારા હાલમાં ૨૦૨૫ની વિશ્વની ટોચની ૧૦ સૌથી સુંદર અભિનેત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આઇએમડીબીએક ઑનલાઇન ડેટાબેઝ છે જે ફિલ્મો, ટીવી-શો, વેબ-સિરીઝ, વિડિયો-ગેમ્સ અને અન્ય મનોરંજન માધ્યમો વિશે વ્યાપક માહિતી પૂરી પાડે છે. એના દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બૉલીવુડ ઍક્ટ્રેસ ક્રિતી સૅનન ચોથા નંબર પર આવી છે.
ક્રમ ઍક્ટ્રેસનું નામ
૧ મૅકેન્ના ગ્રેસ (અમેરિકા)
૨ જુલિયા બટર્સ (અમેરિકા)
૩ હાનિયા આમિર (પાકિસ્તાન)
૪ ક્રિતી સૅનન (ભારત)
૫ નૅન્સી મૅક્ડોની (અમેરિકા/સાઉથ કોરિયા)
૬ દિલરબા દિલમુરત (ચીન)
૭ શૈલીન વુડ્લી (અમેરિકા)
૮ માર્ગોટ રૉબી (ઑસ્ટ્રેલિયા)
૯ ઍના દ અર્માસ (કયુબા/સ્પેન)
૧૦ એમ્મા વૉટ્સન (લંડન)
