<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 15th August 2025

ફરી એકવાર ભારત માટે લડવા તૈયાર અભિનેતા સની દેઓલ: ‘બોર્ડર 2’ ની રિલીઝ તારીખ જાહેર

ફિલ્મ નિર્માતાએ પોસ્ટર શેર કરી આપી જાણકારી: 2026માં થશે રિલીઝ

મુંબઇ :સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ અભિનીત દેશભક્તિ યુદ્ધ ડ્રામા ફિલ્મ ‘બોર્ડર 2’ ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ તારીખ સાથે જણાવ્યું હતું કે સની દેઓલની ટીમ ફરી એકવાર દેશ માટે લડવા માટે તૈયાર છે. ફિલ્મ નિર્માતાઓએ નવા મોશન પોસ્ટર સાથે જણાવ્યું હતું કે આ ફિલ્મ 22 જાન્યુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પોસ્ટરમાં, સની દેઓલ લશ્કરી ગણવેશમાં દેશભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોવા મળે છે. તે જ સમયે, તણખા ઉડતા જોવા મળે છે.નિર્માતાઓ સાથે, સની દેઓલે પણ પોસ્ટર શેર કર્યું અને ચાહકોને રિલીઝ તારીખ વિશે માહિતી આપી.સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર મોશન પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, “આપણે ફરી એકવાર હિન્દુસ્તાન માટે લડીશું. ‘બોર્ડર 2’ સિનેમાઘરોમાં આવી રહી છે.”

(6:38 PM IST)