<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 16th August 2025

મેલબોર્નમાં અભિષેકને એવોર્ડ મળતાં ભાવુક થયા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન : કહ્યું- તમે વારસો આગળ વધાર્યો

ફિલ્મ ‘‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ

મુંબઇ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતવા બદલ અભિષેક બચ્ચનને અભિનંદન આપ્યા અને આ ખાસ પ્રસંગે પોતાના બ્લોગ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી.અમિતાભે પોતાના બ્લોગમાં એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં અભિષેક હાથમાં ટ્રોફી પકડીને હસતો દેખાય છે. આ સાથે એક મેગેઝિન કવર પણ પોસ્ટ કરવામાં આવ્યું હતું, જેની ટેગલાઈન હતી – ‘ધ બચ્ચન બ્લુપ્રિન્ટ’.બ્લોગ શરૂ કરતા અમિતાભે લખ્યું, “હું આ આખી દુનિયાનો સૌથી ભાગ્યશાળી પિતા છું. અભિષેકે પોતાના દાદાના વારસાને સખત મહેનત, પ્રામાણિકતા અને ક્યારેય હાર ન માનવાના વલણથી આગળ ધપાવ્યો છે.તેમણે લખ્યું, ‘’અભિષેકે ક્યારેય પરિસ્થિતિ સામે હાર માની નહીં. લોકોએ તેને ગમે તેટલો નીચે લાવવાનો પ્રયાસ કર્યો, તે દરેક વખતે સખત મહેનતથી ઊભો રહ્યો અને પહેલા કરતા પણ વધુ ઊંચો થયો.’’

 

(5:12 PM IST)