<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 20th August 2025

શંકર મહાદેવન અને પુત્રોએ ગણેશ ચતુર્થી પહેલાં લોન્ચ કર્યું ભક્તિ ગીત 'જય શ્રી ગણેશ'!

જય શ્રી ગણેશ' ગીતનું સંગીત કેદાર પંડિત દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો નચિકેત જોગે લખ્યા છે. હવે ટાઇમ્સ મ્યુઝિક અને મુખ્ય સંગીત પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

મુંબઈ : આગામી ગણેશ ચતુર્થીના તહેવારને વધુ ભક્તિમય બનાવવા માટે જાણીતા ગાયક શંકર મહાદેવન અને તેમના બે પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન એ એક નવું ભક્તિ ગીત રજૂ કર્યું છે. આ ગીતનું શીર્ષક 'જય શ્રી ગણેશ' છે અને તેને આજે, બુધવારે લોન્ચ કરવામાં આવ્યું છે.

ગીત વિશે વાત કરતા શંકર મહાદેવને કહ્યું કે, "આ ગીત ભગવાન ગણેશની પ્રેરણાથી ભરેલું છે. તે ભક્તિ અને આનંદનું અનોખું મિશ્રણ છે. હું આશા રાખું છું કે લોકો આ ગીત સાથે બાપ્પાનું સ્વાગત કરશે."

ત્રણેય પિતા-પુત્રોએ સાથે ગીત ગાયું:

-સિદ્ધાર્થ મહાદેવન એ જણાવ્યું કે 'જય શ્રી ગણેશ'નું વાતાવરણ ખૂબ જ ઉત્સવપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ ગીત સાંભળીને કોઈ પણ તરત જ આરતીમાં જોડાવા અને નાચવા માટે ઉત્સાહિત થશે.

-શિવમ મહાદેવન એ આ અનુભવને ખૂબ જ ખાસ ગણાવ્યો. તેમણે કહ્યું, "મારા પિતા અને ભાઈ સાથે ગણપતિ બાપ્પાને સમર્પિત આ ગીત ગાવાનું મારા માટે સન્માનની વાત છે. અમે એક એવું ગીત બનાવવાનો પ્રયાસ કર્યો છે જે દરેક ઘરમાં ખુશી અને ઉત્સવનું વાતાવરણ લાવશે."
'
જય શ્રી ગણેશ' ગીતનું સંગીત કેદાર પંડિત દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો નચિકેત જોગે લખ્યા છે. આ ભવ્ય ભક્તિ ગીત હવે ટાઇમ્સ મ્યુઝિક અને અન્ય તમામ મુખ્ય સંગીત પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

 

(10:10 PM IST)