રવિવારથી શરૂ થઇ રહ્યો છે બિગ બોસ-૧૯: સ્પર્ધકોના નામો આવ્યા સામે
સલમાન ખાન વધુ એક વખત શોને હોસ્ટ કરવા માટે ખુબ જ ઉત્સાહીત

મુંબઇ તા. ૨૨: સલમાન ખાનના સંચાલન હેઠળના લોકપ્રિય શો બિગ બોસ ૧૯ને લઈને ચાહકોનો ઉત્સાહ વધી રહ્યો છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે શોમાં કયા સ્પર્ધકો જોવા મળશે. ઘણા મોટા નામોની ચર્ચા થઈ રહી હતી. હવે ખબર પડી ગઈ છે કે સલમાન ખાનના શોમાં કયા સ્પર્ધકો જોવા મળશે. ટીવી-૯ના અહેવાલ મુજબ સલમાન ખાનના શો બિગ બોસની ૧૯મી સીઝનના કન્ટેસ્ટન્ટની પુષ્ટિ થયેલ યાદી આવી ગઈ છે. ચાહકો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ચાહકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે.
શોમાં પુષ્ટિ થયેલા સ્પર્ધકો અંગે ઘણા નામોની ચર્ચા થઈ રહી હતી. પરંતુ આમાંથી, હવે ૧૮ નામો એવા છે જે પુષ્ટિ થયેલ છે. ચાલો જાણીએ કે સલમાન ખાનના બિગ બોસ ૧૮ના પુષ્ટિ થયેલ સ્પર્ધકો કોણ છે અને આ વખતે આ શોમાં કયા કલાકારો જોવા મળશે. સલમાન ખાનના શો બિગ બોસ ૧૯ ના સ્પર્ધકો વિશે ઘણી શંકા હતી. પરંતુ આ શંકા હવે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. આ વખતે શોમાં અશનુર કૌર, નેહલ ચુડાસમા, નગ્મા મિરાજકર, તાનિયા મિત્તલ, નટયાલા, નીલમ ગિરી, ઝીશાન કાદરી, ગૌરવ ખન્ના એટલે કે અનુપમાનો અનૂજ, બસીર અલી, અભિષેક બજાજ, અમાલ મલિક (ગાયક), મળદુલ તિવારી, આવાઝ દરબાર, શાહબાઝ બદેશા, પ્રણિત મોરે, ડીનો જેમ્સ, કુનિચકા સદાનંદ અને અતુલ કિશન જેવા કલાકારોના નામ સામેલ છે.
એવા પણ સમાચાર છે કે પ્રખ્યાત બોક્સર માઈક ટાયસન પણ સલમાન ખાનના લોકપ્રિય શોમાં પ્રવેશ કરી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમનું નામ પણ સામે આવી રહ્યું છે. જોકે, શો દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર અભિનેતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સલમાન ખાનનો આ લોકપ્રિય શો ઘણો આગળ નીકળી ગયો છે અને તેની ૧૯મી સીઝન સાથે આવવા માટે તૈયાર છે. આ શોના સ્પર્ધકોની યાદી હવે જાહેર થઈ ગઈ છે. આ વખતે એવા અહેવાલો છે કે સલમાન ખાનનો શો ૩ મહિનાને બદલે ૫ મહિના માટે બતાવવામાં આવશે. તમે આ શો કલર્સ ચેનલ પર રાત્રે સાડા દસ કલાકે જોઇ શકાશે. (૧૪.૧૬)
