‘બાહુબલી ધ એપિક'નું ટીઝર રિલીઝઃ રાજામૌલીએ ચાહકોને આપી મોટી ભેટ
એસએસ રાજામૌલીની આ ફિલ્મ ૩૧ ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે

નવી દિલ્હી,તા.૨૭: બાહુબલી ફિલ્મથી એસએસ રાજામૌલીએ ઈંડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી લીધી છે. હવે ફિલ્મ ધ એપિક લઈને આવી રહ્યા છે. હવે મેકર્સે મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર જાહેર કરી દીધું છે. સામે આવેલા ટીઝરમાં દેખાડેલો સીન કોઈ ચમત્કારથી કમ નથી. ફિલ્મ દર્શકોને ભવ્યતા, શક્તિ અને ભાવનાઓની દુનિયામાં પાછા લઈ જવાનું વચન આપે છે. આ ફિલ્મ ૩૧ ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.
એસએસ રાજામૌલીએ બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચી દીધો હતો. દેશ હોય કે પછી વિદેશ આજે પણ દર્શકો બાહુબલી : ધ બિગનિંગ અને બાહુબલીઃ ધ કન્ફલઝનનો ઉલ્લેખ થતાં વાહવાહી કરવા લાગે છે. હવે આવા સમયે એસએસ રાજામૌલીએ તમામને ચોંકાવતા જાહેરાત કરી છે કે તેઓ બંનેને મિલાવીને ધ એપિક લઈને આવી રહ્યા છે. હાલમાં જ તેનું ટીઝર સામે આવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ હેંડલ પર ટીઝર જાહેર કરતા, નિર્માતાઓએ પહેલો ભાગ અને બીજા ભાગનું મિક્સ્ચર રજૂ કર્યું છે. આ ટીઝર સામે આવતા જ વાયરલ થઈ ગયું અને ચાહકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું છે. પ્રભાસ અને રાણા દગ્ગુબાતી ઉપરાંત, આ ફ્રેન્ચાઈઝીમાં અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રમ્યા કૃષ્ણન અને નાસરે પણ મહત્ત્વના રોલમાં દેખાવાના છે.
બાહુબલી ધ કન્ક્લૂઝન, જે ૨૦૧૭માં રિલીઝ થઈ હતી, ભારતીય સિનેમાની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે.
બાહુબલી ફ્રેન્ચાઈઝીએ એ કરી બતાવ્યું હતું જે હિન્દી સિનેમામાં પહેલા ક્યારેય નથી થયું. એસએસ રાજામૌલીએ આ ફિલ્મ દ્વારા ખાલી બ્લોકબસ્ટર જ નહીં પણ આખા દેશને એક સાથે જોડનારી પેન ઈંડિયા ટ્રેન્ડ પણ શરુ કર્યો.
બાહુબલી ધ બિગિનિંગ અને બાહુબલી : ધ કન્ક્લૂઝન આજે પણ લોકો ખૂબ જ શોખથી જુએ છે. ત્યારે રાજામૌલીએ આ બંને ફિલ્મોને મિલાવીને બાહુબલીઃ ધ એપિક બનાવવાની જાહેરાત કરી છે. તેની સાથે ફિલ્મનું શાનદાર ટીઝર પણ રિલીઝ કરી દીધું છે.
