સંજય દત્તે ખરીદી ૪ કરોડની આલિશાન મર્સિડીઝ

મુંબઈ,તા.૨૮: ફિલ્મી હસ્તીઓ પાસે લકઝરી કારનું કલેક્શન કરવાનો શોખ ધરાવતી હોય છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે તાજેતરમાં એક નવી લક્ઝરી Mercedes-Maybach GLS600 SUV ખરીદી છે. આ કાર ડ્યુઅલ-ટોન કલર સ્કીમમાં છે. આ લક્ઝરી મોડેલ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાની લાઇનઅપમાં ટોચ પર ગણાય છે. વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઇડી પર સંજય દત્તે ખરીદેલી નવી કાર વિશે માહિતી આપી છે. જોકે, આ કાર અગાઉ પણ અજય દેવગન, રણવીર સિંહ, અર્જુન કપૂર અને શિલ્પા શેટ્ટી જેવા ઘણા બોલિવૂડ કલાકારોએ ખરીદી છે. આ કારની ખાસિયત શું છે?
Mercedes-Maybach GLS600ની ડિઝાઇન એકદમ શાહી અને શક્તિશાળી છે. તેમાં એક મોટી ક્રોમ ગ્રિલ છે, જેના પર મર્સિડીઝનો લોગો ચમકે છે. આ લ્શ્સ્ ખાસ Maybach એલોય વ્હીલ્સ પર ચાલે છે. D-પિલર પર આકર્ષક Maybach લોગો જોવા મળે છે. તેમાં ઓટો-સ્લાઇડિંગ ફૂટસ્ટેપ પણ છે, જે કારમાં ચઢવા અને બહાર નીકળવાનું સરળ બનાવે છે. તેનો દેખાવ તેને અન્ય વાહનોથી અલગ બનાવે છે, આથી જ તેને ‘‘સેલિબ્રિટી કાર''નું ઉપનામ મળ્યું છે.(૪૦.૮)
