News of Monday, 1st September 2025
લેટેસ્ટ TRP રિપોર્ટમાં અનુપમા ટોચ પર જ, તુલસી પહોંચી ટોપ થ્રીમાં

મુંબઈ, તા.૧: બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ પ્રમાણે ‘અનુપમા' ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર છે. આ યાદીમાં ‘યે રિશ્તા કયા કહલાતા હૈ' ૨.૦ના રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ અઠવાડિયે ‘કયોંકિ... સાસ ભી કદ્ધભી બહૂ થી ૨' ૧.૯ના TRP સાથે ત્રીજા નંબરે છે. આ શો ગયા અઠવાડિયે ચોથા નંબરે હતો, પણ હવે એ એક સ્ટેપ આગળ આવીને ત્રીજા નંબરે પહોંચ્યો છે. TRP પ્રમાણે આ અઠવાડિયે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ૧.૯ના TRP સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ગયા અઠવાડિયે છઠ્ઠા સ્થાને રહેલો ‘તુમ સે તુમ તક' ૧.૮ના TRP સાથે ટૉપ ફાઇવમાં પહોંચી ગયો છે.
(7:03 PM IST)
