<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 3rd September 2025

' તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા' અને ' શરારત' જેવી સિરિયલથી ઓળખ બનાવનાર સિમ્પલ કૌલે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો

સિમ્પલ કૌલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જેઠાલાલની પહેલી પત્ની ગુલાબોની ભૂમિકા ભજવી હતી : તેનો પતિ વિદેશમાં જ રહે છે અને મોટા ભાગે તે વિદેશમાં જ હોય છે. તેને ખૂબ યાદ કરે છે પણ અમારી વચ્ચે ખૂબ સારી સમજણ છે

મુંબઈ તા.૩

' તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા' અને ' શરારત' જેવી સિરિયલથી ઓળખ બનાવનાર સિમ્પલ કૌલ તેના પતિથી અલગ થઈ ગઈ છે. લગ્નના 15 વર્ષ પછી એક્ટ્રેસે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે અને આ અંગે તેણે ખૂલીને વાત કરી છે.

 

'શરારત' સિરિયલમાં તે 'પેમ' ના કેરેક્ટરથી લોકપ્રિય થઈ હતી. સિમ્પલ કૌલ તેના પતિ રાહુલ લુંબાથી છૂટાછેડા લઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે આ નિર્ણય પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિમ્પલ કૌલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં જેઠાલાલની પહેલી પત્ની ગુલાબોની ભૂમિકા ભજવી હતી. આ શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સિમ્પલે 2010 માં રાહુલ લુંબા સાથે લગ્ન કર્યા હતા.

 

હવે 15 વર્ષના લગ્નજીવન પછી આ કપલ અલગ થઈ રહ્યું છે. ત્યારે મીડિયા સાથે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે તેમણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. બંને આ નિર્ણય લેવા માટે પરિપક્વ છે.

 

અભિનેત્રીએ આગળ કહ્યું 'અમે એક પરિવાર કરતાં પણ વધારે છીએ. મારા મનમાં ક્યારેય એવું નથી આવતું કે બધું જ સમાપ્ત થઈ ગયું છે કારણ કે હું આ વ્યક્તિને વર્ષોથી ઓળખું છું. જ્યારે તમે લગ્ન કરો છો, ત્યારે તમારો પાર્ટનર, તમારો પરિવાર, બધું જ એકસરખું રહે છે. મને ખબર નથી કે લોકો કેવી રીતે અલગ થઈ જાય છે. મને આ સમજાતું નથી. હું પ્રેમથી જીવું છું અને હું મારા જીવનમાં ખૂબ પ્રેમ, ખુશી અને આધ્યાત્મિક જાગૃતિ સાથે આગળ વધું છું. હું આ રીતે જીવું છું. '

લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં હતી સિમ્પલ

જો કે સિમ્પલે છૂટાછેડાનું કારણ જણાવ્યું નથી. પણ વર્ષ 2023 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન સિમ્પલે કહ્યું હતું કે તે તેના પતિ સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનમાં છે અને તે તેને ખૂબ યાદ કરે છે. તે સમયે સિમ્પલે કહ્યું હતું કે તેનો પતિ વિદેશમાં જ રહે છે અને મોટા ભાગે તે વિદેશમાં જ હોય છે. તેને ખૂબ યાદ કરે છે. પણ અમારી વચ્ચે ખૂબ સારી સમજણ છે અને અમારો સંબંધ ખૂબ જ મજબૂત છે. જ્યારે તે દૂર હોય છે ત્યારે હું મારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. એટલા માટે અમારા કાર્ય જીવનમાં એક સંપૂર્ણ સંતુલન છે અને અમે ખુશ છીએ.

(5:07 PM IST)