<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 5th September 2025

ટીવી સ્ટાર અભિનેત્રી રુબીનાનો પરિવાર હિમાચલમાં ફસાયો : પરિવારની સલામતી માટે કરી પ્રાર્થના

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી મચી ગઈ છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, વૃક્ષો પડી ગયા છે અને ઘણા વિસ્તારોમાં વીજળી અને નેટવર્ક ખોરવાઈ ગયું છે. આ કુદરતી આફત વચ્ચે, અભિનેત્રી રૂબીના દિલૈકે સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ શેર કરી છે. રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણીએ કહ્યું છે કે, "ઘણા લોકોએ મને પૂછ્યું છે કે હું હિમાચલની પરિસ્થિતિ પર કેમ બોલતી નથી. વરસાદને કારણે ત્યાં ભારે નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી ગયા છે, ભૂસ્ખલન થયું છે, વૃક્ષો પડી ગયા છે અને લાઈટ કનેક્શન તૂટી ગયા છે."તેણીએ વધુમાં કહ્યું કે તેણી પાસે કહેવા માટે કંઈ નથી, કારણ કે માણસો પ્રકૃતિ સામે લાચાર છે. ત્રણ દિવસથી તેના પરિવારના ઘરમાં વીજળી અને નેટવર્ક નથી.રૂબીનાએ જણાવ્યું કે તેના માતાપિતા, દાદી અને તેની જોડિયા પુત્રીઓ શિમલામાં તેના ફાર્મહાઉસમાં રહે છે. જોકે તેનો પરિવાર સુરક્ષિત છે, તેમનો સંપર્ક થઈ શકતો નથી. તેણીએ કહ્યું, "આ મુશ્કેલ સમયમાં, આપણે ફક્ત પ્રાર્થના કરી શકીએ છીએ. ઘરે બેસીને ચિંતા છે."

(6:26 PM IST)