<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 8th September 2025

રશ્‍મિકા મંદાનાની સાટીન સાડીના ભાવમાં તો આપણો ત્રણ મહિનાનો ખર્ચ નીકળી જાય

સાડીની કિંમત રૂ. ૧.૧૯ લાખ : અવોર્ડમાં રશ્‍મિકા ખૂબ જ સુંદર લાગતી હતી અને સિમ્‍પલ હોવા છતા તેણે મહેફીલની દાદ લૂંટી લીધી હતી

મુંબઇ તા.૮: પુષ્‍પા ફિલ્‍મથી સાઉથ સહિત હિન્‍દી ફિલ્‍મરસિકોનો પણ ક્રશ બની ગયેલી રશ્‍મિકા મંદાનાએ ઘણી હીટ ફિલ્‍મો આપી છે. સાવ સાદી અને હંમેશાં સ્‍માઈલ કરતી દેખાતી રશ્‍મિકા લક્‍ઝુરિયસ આઈટમ્‍સની શોખિન છે. તેની પાસે સારી એવી કારનું કલેક્‍શન છે અને આલિશાન બંગલો પણ છે.

તાજેતરમાં જ રશ્‍મિકાની લેવિશ લાઈફસ્‍ટાઈલનો વધુ એક નમૂનો જોવા મળ્‍યો હતો. રશ્‍મિકા સાઉથનો સિમા અવોર્ડ અટેન્‍ડ કરવા ગઈ હતી. આ અવોર્ડમાં રશ્‍મિકા ખૂબ જ સુંદર લાગતી હતી અને સિમ્‍પલ હોવા છતા તેણે મહેફીલની દાદ લૂંટી લીધી હતી.

આ એવોર્ડમાં રશ્‍મિકા મોચા ગ્રીન કલરની સાડીમાં આવી હતી. આ સાદી પ્‍લેન સેટીન સાડી પર સિફોઈન પર્લની બોર્ડર પણ હતી. હોલ્‍ટર નેક સ્‍ટ્રેપી પ્‍લજિંગ નેકલાઈન બ્‍લાઉઝ સાથે તે આવી હતી તેમાં પણ સિફોઈન પર્લ બોર્ડર હતી.

રશ્‍મિકાએ કોઈ હેરસ્‍ટાઈલ કરી ન હતી. સાદા વેવી હેર સાઈડ પાર્ટીશન સાથે હતા અને સાદો મેકઅપ કર્યો હતો, પણ રશ્‍મિકાનો ચહેરો એકદમ ગ્‍લોસી લાગતો હતો. ઈરાદાપૂર્વ કે ભૂલી ગઈ તે ખબર નહીં પણ રશ્‍મિકાએ એકપણ એસેસરી કરી કરી ન હતી આથી તેની સાડી જ સેન્‍ટર ઓફ અટ્રેક્‍શન હતી, પરંતુ આ સાડી રશ્‍મિકાને જ પોષાય તેવી છે કારણ કે તેની કિંમતમાં તો એક સાદા સામાન્‍ય મિડલક્‍લાસનો ત્રણ મહિનાનો ખર્ચો નીકળી જાય તેમ છે.

આ સાડી તરૂણ તહેલયાની દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને વેબસાઈટ અનુસાર તેની આ સાડીની કિંમત રૂ. ૧.૧૯ લાખ છે. જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે કસી કસીને જીવતા મિડલક્‍લાસ પરિવારનો મહિનાનો ખર્ચ જો આપણે ૩૦-૩૫,૦૦૦ ગણીએ તો ત્રણ મહિનાના ખર્ચ જેટલી રકમ થઈ જાય છે. પણ ભઈ એ તો રશ્‍મિકા છે અને કરોડો બનાવે છે. વળી એને સ્‍પોન્‍સર કરનારાઓની કમી નથી. એટલે તેને એક લાખની સાડી અને ૫૦, ૦૦૦ ચપ્‍પલ પોષાય.

(11:23 AM IST)