‘ગાંધી' ફિલ્મે ‘ટીઆઇએફએફ'ના રેડ કાર્પેટ પર ભારતનું ગોૈરવ વધાર્યુ
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે હંસલ મહેતાએઃ પ્રતિક ગાંધીની છે મુખ્ય ભુમિકા

મુંબઇ તા. ૮: ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીઆઇએફએફ) માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી' કે જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે તે ફિલમ આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી છે. ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે પહેલી વાર કોઈ ભારતીય સિરીઝને ટીઆઇએફએફમાં દર્શાવવામાં આવી હતી.
આ વિશેષ અવસરે રેડ કાર્પેટ પર ટીમ હાજર રહી હતી. જેમાં એપ્લોઝ એન્ટરટેઇમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર સમીર નાયર, નિર્દેશક હંસલ મહેતા, અભિનેતા પ્રતીક ગાંધી, ટૉમ ફેલ્ટન, કબીર બેદી, ભામિની ઓઝા અને સંગીતકાર એ.આર. રહમાન સહિતના હાજર હતાં. તેમના માટે ભારતની વાર્તાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનીે ગૌરવભરી ક્ષણને માણી હતી. સમીર નાયરે કહ્યું, મહાત્મા બનતા પહેલા તેઓ મોહન હતા મહત્ત્વાકાંક્ષી, માણસ તરીકે ભૂલો કરતા અને કયારેક સંકોચ અનુભવતા. તેમનું જીવન કિસ્મત અને નિર્ણયોનું મિશ્રણ છે. આ દરેક માટેની કહાની છે. ફેસ્ટિવલ દરમિયાન ‘ગાંધી'ના બે એપિસોડ દર્શાવવામાં આવ્યા હતાં. આ એપિસોડ્સે દર્શકોને એ યુવાન ગાંધીથી પરિચિત કરાવ્યા, જેમણે નિષ્ફળતાઓ, ગૂંચવણો અને આત્મશોધનો સમય જોયો હતો. આ પાસાં તેમને આજની પેઢી માટે વધુ નજીકના બનાવે છે. મજબૂત કહાની, શાનદાર કલાકાર મંડળી અને ઓસ્કાર વિજેતા એ.આર. રહમાનના સંગીત સાથે ‘ગાંધી'એ ટીઆઇએફએફમાં ઊંડો પ્રભાવ છોડી દીધો અને આગળની સફરની શાનદાર શરૂઆત કરી છે
