<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th September 2025

જેક્‍લીને એક દુર્લભ રોગથી પીડિત બાળક પ્રત્‍યે ઉદારતા બતાવી, સર્જરીનો બધો ખર્ચ ઉઠાવ્‍યો

 

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી જેક્‍લીન ફર્નાન્‍ડીઝ જેટલી જ બોલ્‍ડ અને તેજસ્‍વી અભિનેત્રી છે તેટલી જ તે મોટા દિલની પણ છે. તે ઘણીવાર અવાજહીન અને પીડિતો પ્રત્‍યે ઉદારતા દર્શાવતી જોવા મળી છે. તે જ સમયે, તાજેતરમાં જેક્‍લીન એક દુર્લભ રોગથી પીડિત બાળકને મળી  તસ્‍વીરમાં દેખાતો બાળક હાઇડ્રોસેફાલસ નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો છે. આમાં મગજ પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે તેનું માથું મોટું થઈ જાય છે. અભિનેત્રી બાળકની આ સ્‍થિતિ જોઈ શકી નહીં અને તેણે તેની સર્જરીનો બધો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. દુર્લભ રોગથી પીડિત બાળક સાથે જેક્‍લીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેની ઉદારતાના વખાણ કરી રહ્યા છે

(10:44 AM IST)