<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th September 2025

શું દયાબેન ફરીથી ગરબા કરતાં જોવા મળશે ? :તારક મહેતા કા ...ના અબ્દુલ ઉર્ફે શરદ સંકલાનું મોટું નિવેદન

8-8 વર્ષ થયા છતાં હજુ સુધી દયાબેનના પાત્રમાં કઈ એક્ટ્રેસ આવશે તે નક્કી નથી ત્યારે અબ્દુલનું કેરેક્ટર નિભાવી રહેલા શરદે દયાબેનને લઈ એક મોટી અપડેટ આપી

તારક મહેતા ના ઉલ્ટા ચશ્માના દર્શકો છેલ્લા 8 વર્ષથી જેઠાલાલના પત્નીને શો માં મિસ કરી રહ્યા છે. દયાબેનના પાત્રમાં ઘર ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટ્રેસ દિશા વાકાણી તેમના પ્રેગ્નનીના લીધે શો માંથી બહાર થઈ ગયા હતા અને ત્યારથી એટલે કે છેલ્લા 8 વર્ષથી દયા બેન વગર જ સિરિયલનો ટ્રેક આગળ વધી રહ્યો છે. દયાબેનના પાત્રમાં દિશાને જોયા પછી દર્શકો બીજા કોઈ દયાબેનને પસંદ કરશે કે કેમ તે એક પ્રશ્ન છે તો સાથે દર્શકો પણ હવે એ મીઠી નોક ઝોંક માટે દયાબેન શો માં પરત ફરે તે માટે રાહ જોઈ રહ્યા છે.

   જો કે આ પહેલીવાર નથી જ્યારે દયાબેનને લઈને કોઈ ખબર સામે આવ્યા હોય. શો ના પ્રોડ્યુસર અસિત મોદી એ આ અંગે એકવાર નિવેદન આપ્યું હતું કે તેઓ દયાબેનના રોલ માટે ઓડિશન કરી રહ્યા છે. અને જલ્દી જ નવી કોઈ એક્ટ્રેસ દયાબેનના પાત્રમાં જોવા મળશે. તો રક્ષાબંધન પર દિશા વાકાણી એ અસિત મોદીને રાખડી બાંધી ત્યારે પણ એ અફવા ઊડી હતી કે કદાચ દિશા જ દયાબેનના પાત્રમાં પાછા ફરશે. પણ જો કે આ અંગે ક્યારેય દિશાએ કોઈ વાત કરી નથી. જે જોઈને એમ લાગે છે કે દિશા આ શો માં પાછા ફરવા માંગતા નથી.. વેલ તો થોડા સમય પહેલા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને બબીતા મુનમુન દત્તા પણ આ શો છોડી રહ્યા છે તેવી વાત સામે આવી હતી. 

  આ બધી અફવાની વચ્ચે તારક મહેતામાં સોડા શોપ ચલાવતા અબ્દુલ એટલે કે શરદ સંકલાએ દયાબેનને લઈ એક મોટી અપડેટ આપી છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં શરદે જણાવ્યું કે દિશા વાકાણીને સેટ પર બધા ખૂબ જ યાદ કરે છે. 

તેમણે કહ્યું તમે જ વિચારો કે હવે 8 વર્ષ થઈ ગયા છે. 8 વર્ષથી દયા આ શોમાં નથી આવી. તેમના તેના માટે પર્સનલ રિઝન છે. હવે તમે વિચારો કે જો કોઈ પાત્રને બદલવાનું જ હોત તો તે એક વર્ષમાં જ થઈ ગયું હોત. 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ?? માણસ કેટલી રાહ જોવે..? પરંતુ અંહિયા 8-8 વર્ષથી તેમની રાહ જોવાઈ રહી છે.

 

શરદે આગળ વાત કરતાં કહ્યું કે અમે તો હજુ પણ ઈચ્છીએ છીએ કે દયા આવી જાય. હું શું ઓડિયન્સ પણ એ જ ઈચ્છે છે કે દિશા દયાના રોલમાં આવી જાય. અસિત મોદી અને અમે બધા જ રાહ જોઈને બેઠા છે. કારણ કે દયા બેનના આવવાથી શો માં રોનક પાછી આવી જશે. અને શો હજુ બીજા 5,7 કે 10 વર્ષ સુધી ચાલી જશે."

જો કે જેમ પહેલા કહ્યું એમ અસિત મોદીએ પણ ઘણીવાર દયાબેનના શો માં પાછા આવવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે એક વાર કહ્યું હતું કે "લોકો અવારનવાર દયાબેનની એન્ટ્રીને લઈને સવાલ કરે છે. 2017 માં ક્યારે દિશાએ exit લીધી ત્યારે હું પણ હેરાન થઈ ગયો હતો. શો માટે દયાબેન ખૂબ જરૂરી છે. "

દિશા અને અસિત મોદી વચ્ચે સંબધો ખરાબ થયા હોવાની વાત પણ સામે આવી હતી તે અંગે અસિત મોદીએ કહ્યું કે મારા અને દિશા વચ્ચે કોઈ મતભેદ નથી. દિશાએ તેના પરિવાર પર ફોકસ કર્યું. અમે સાથે રક્ષાબંધન ઉજવી. શો ને 17 વર્ષ પુરા થઈ ગયા છે. હવે પાણી માથા પરઠી જઈ રહ્યું છે. આ હાઇટાઈમ છે કે શો માં નવી દયા લાવવી જ પડશે

જો અસિત મોદી અને અબ્દુલની વાત પર ધ્યાન આપીએ તો એક વાત તો નક્કી છે કે ટૂંક સમયમાં TMKOC માં દયાબેન ફરીથી ગરબા કરતાં જોવા મળશે. અને જો 8-8 વર્ષ સુધી એક જ વ્યક્તિ માટે રાહ જોવાઈ હોય તો બની શકે કે કદાચ દિશા વાકાણી જ શો માં પરત ફરશે. હવે દિશા કે બીજું કોઈ કોણ આવે છે નવા દયાબેનના પાત્રમાં તે જોવું રહ્યું.

(1:19 PM IST)