<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th September 2025

વેબ સિરીઝ 'સ્કૂપ' ના સેટ પરથી અભિનેત્રી કરિશ્મા તન્નાએ યાદ કરી જૂની યાદોને તાજી : દિગ્દર્શક હંસલ મહેતા નેટફ્લિક્સ અને સમગ્ર ટીમનો માન્યો આભાર

 મુંબઈ: અભિનેત્રી કરિશ્મા તન્નાએ બુધવારે સોશિયલ મીડિયા પર તેની સુપરહિટ વેબ સિરીઝ 'સ્કૂપ' ના સેટ પરથી જૂની યાદો પોસ્ટ કરી.અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા, જેના કેપ્શનમાં તેણે લખ્યું, "નોસ્ટાલ્જિયા! 'સ્કૂપ' ના સેટ પર પહેલો દિવસ... ગઈકાલ જેવો અનુભવ થાય છે. ગભરાટ, ઉત્તેજના, વારંવાર રિહર્સલ અને મનમાં એક અવાજ સંભળાય છે કે, 'આ કંઈક ખાસ બનવાનું છે.' કેટલી અદ્ભુત સફર રહી છે. પહેલા દિવસની બેચેનીથી લઈને યાદો સુધી જે હંમેશા મારા હૃદયની નજીક રહેશે. હું આ પ્રકરણ, તેમાં સામેલ લોકો અને સાથે મળીને બનાવેલા જાદુ માટે હંમેશા આભારી રહીશ." આ સાથે, અભિનેત્રીએ દિગ્દર્શક હંસલ મહેતા નેટફ્લિક્સ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. આ સિરીઝ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. એક સત્ય ઘટના પર આધારિત આ સિરીઝ પત્રકાર જિગ્ના વોરાના પુસ્તક 'બિહાઈન્ડ બાર્સ ઇન બાયકુલા: માય ડેઝ ઇન પ્રિઝન' પર આધારિત છે. હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત, આ સિરીઝમાં કરિશ્મા તન્ના પત્રકાર જાગૃતિ પાઠકની ભૂમિકા ભજવે છે, જેના પર પત્રકાર જ્યોતિર્મયી ડેની હત્યામાં સામેલ હોવાનો આરોપ હતો પરંતુ બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી. આસિરીઝ મીડિયાની કાર્યપદ્ધતિ, પોલીસ અને અંડરવર્લ્ડ વચ્ચેની સાંઠગાંઠ અને મીડિયામાં વ્યવસાયિક દખલગીરી જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે.

(5:32 PM IST)