News of Saturday, 13th September 2025
એપી ધિલ્લોનનું નવું ગીત ‘વિદાઉટ મી’ થયું રિલીઝ : ધમાલ મચી ગઈ છે સોશિયલ મીડિયા પર
દુબઈમાં પહેલીવાર એપી ગાયું હતું ગીત: ફેન્સને ગીત આવ્યું પસંદ

મુંબઇ: 'એક્સક્યુઝીસ', 'બ્રાઉન મુંડે', 'સમર હાઇ' અને 'ઇન્સેન' જેવા પ્રખ્યાત ગીતો આપનાર ગાયક એપી ધિલ્લોને તેમનું નવું ગીત 'વિદાઉટ મી' રિલીઝ કર્યું છે. આ ગીત હવે બધા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ચાહકોની પ્લેલિસ્ટ પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. ગીત વિશે વાત કરતા, એપી ઢિલ્લોને કહ્યું, "'વિદાઉટ મી' એક સરળ વિચારથી શરૂ થયું હતું, પરંતુ જેમ જેમ મેં ગીત પર કામ કરવાનું શરૂ કર્યું, તેમ તેમ મને તે ગમવા લાગ્યું. જ્યારે મેં તેને દુબઈમાં વગાડ્યું, ત્યારે પ્રતિસાદ એટલો સારો હતો કે મેં તેને શક્ય તેટલી વહેલી તકે રિલીઝ કરવાનું નક્કી કર્યું. મને ખાતરી છે કે ચાહકો આગામી પ્રદર્શનમાં ચોક્કસપણે આ ગીત મોટેથી ગાશે."
(6:15 PM IST)
