<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 24th September 2025

રાઘવ ચઢ્ઢાના ટી-શર્ટ પર 'પેરિસ'નું કર્યું 'પરી', પરિણીતી ચોપરાએ અનોખી અને ક્યુટ રીતે લગ્નની વર્ષગાંઠની પાઠવી શુભેચ્છા: માતા-પિતા બનવાની તૈયારી

આ દંપતી માટે આ વર્ષગાંઠ વધુ ખાસ છે, કારણ કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે: પરિણીતી અને રાઘવે 25 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી

મુંબઈ: બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્નની બીજી વર્ષગાંઠની આજે ઉજવણી કરી છે. આ ખાસ દિવસે, પરિણીતીએ સોશિયલ મીડિયા પર પોતાના પતિને એકદમ અનોખી અને ક્યુટ રીતે શુભેચ્છા પાઠવી છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 
 
'તમારી ભૂલ સુધારવી એ મારી ફરજ...'
પરિણીતીએ પોતાના સોશિયલ મીડિયા પર રાઘવ સાથેના કેટલાક ખાસ ફોટા શેર કર્યા છે. આ ફોટામાં રાઘવે પહેરેલા ટી-શર્ટ પર 'I love Paris' લખેલું હતું. પરિણીતીએ આમાં થોડો ફેરફાર કર્યો અને Paris ના બદલે Pari કરી દીધું! એટલે કે, 'I love Pari'.

આ ફોટા શેર કરતાં પરિણીતીએ એક સુંદર કેપ્શન પણ લખ્યું. તેણે લખ્યું, "પત્ની તરીકે, મારા પતિની ભૂલ સુધારવાની મારી ફરજ હતી. લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ, મારા રાગાઈ! મારા જીવનનો પ્રેમ, મારો પાગલ મિત્ર, મારો શાંત અને સમજદાર પતિ... હું બાકીનું જીવન તમારી સાથે વિતાવવા માટે રાહ જોઈ શકતી નથી."
 
માતા-પિતા બનવાની તૈયારી
આ દંપતી માટે આ વર્ષગાંઠ વધુ ખાસ છે, કારણ કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પરિણીતી અને રાઘવે 25 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ સમાચાર બાદથી ચાહકો આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.

પરિણીતી અને રાઘવે 24 સપ્ટેમ્બર, 2023ના રોજ ઉદયપુરમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આજે તેમની બીજી વર્ષગાંઠ પર, ચાહકો પણ તેમને ભરપૂર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

(8:05 PM IST)