<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 1st October 2025

બાલિકા વધૂની અવીકા બની રિયલ લાઈફ દુલ્‍હન

અવિકાએ તેના બોયફ્રેન્‍ડ મિલિંદ ચંદવાણી સાથે લગ્ન કરી લીધા

મુંબઈ તા.૧: ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી અવિકા ગૌર, જે ‘બાલિકા વધૂ'થી ઘરે-ઘરે ઓળખાય છે, તે હવે રિયલ લાઇફમાં વધૂ બની ગઈ છે.  ગઇ કાલે અવિકાએ તેના બોયફ્રેન્‍ડ મિલિંદ ચંદવાણી સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન રિયાલિટી શો ‘પતિ, પત્‍ની અને પંગા'ના સેટ પર હિન્‍દુ રીતિ-રિવાજ સાથે સંપન્ન કરવામાં આવ્‍યા હતા, જેમાં શોના અન્‍ય સેલિબ્રિટી પાર્ટીસિપેન્‍ટએ પણ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

અવિકા અને મિલિંદે ‘પતિ, પત્‍ની અને પંગા' શોના સેટ પર જ લગ્નની તમામ રિવાજો પૂરા કર્યા હતા. પીઠી, મહેંદીથી લઈને ફેરા સુધીની તમામ રિવાજો આ શોના સેટ પર થયા હતા. લગ્નના દિવસે અવિકાએ લાલ અને સોનેરી રંગની ચોલી પહેલી હતી. જેના પર ભારે ઘરેણાં પહેર્યા હતા.

જ્‍યારે મિલિંદે આછા ગુલાબી અને સોનેરી શેરવાની સાથે પાઘડી પહેરી હતી. લગ્ન થવાની ખુશીમાં બંનેમાં ખુબ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. શોમાં હિના ખાન, ઈશા માલવિયા, રૂબિના દિલૈક અને મુનવ્‍વર ફારૂકી જેવા સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો.

મિલિંદે લગ્ન માટે ધમાકેદાર એન્‍ટ્રી કરી હતી. તે સ્‍કૂટર પર વરઘોડો લઈને આવ્‍યા અને શોના સેટ પર ઉત્‍સાહ ભર્યો માહોલ જોવા મળ્‍યો હતો. પીઠી અને મહેંદીના રિવાજો પૂર્ણ કર્યા હતા. જેમાં અવિકા અને મિલિંદે ખૂબ મજા મસ્‍તી કરતા જોવા મળ્‍યા હતા. આ તમામ રિવાજોમાં શોના હોસ્‍ટ સોનાલી બેન્‍દ્રે અને મુનવ્‍વર ફારૂકીએ પણ ખૂબ એન્‍જોય કરી, જે દર્શકો માટે એક યાદગાર લ્લશ્‍ય બન્‍યું.

મિલિંદ ચંદવાણીનો જન્‍મ ૨૭ માર્ચ, ૧૯૯૧ના રોજ હૈદરાબાદના કોંડાપુરમાં થયો હતો. તેણે દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ, ભોપાલમાંથી શિક્ષણ મેળવ્‍યું હતું અને બેંગ્‍લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્‍જિનિયરિંગમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી. ત્‍યારબાદ, તેમણે IIMA અમદાવાદમાંથી MBA પૂર્ણ કર્યું. મિલિંદે ઇન્‍ફોસિસમાં સોફટવેર એન્‍જિનિયર તરીકે કરિયર શરૂ કર્યું હતું, જે બાદ તેણે MTV રોડીઝમાં ભાગ લીધો હતો.

અવિકા અને મિલિંદની લવ સ્‍ટોરી હૈદરાબાદમાં એક સામાન્‍ય મિત્રતાથી શરૂ થઈ હતી. અવિકાએ એક ઇન્‍ટરવ્‍યૂમાં જણાવ્‍યું હતું કે મિલિંદને મળતાં જ તેમની ગાઢ મિત્રતા થઈ, અને ધીમે ધીમે તે મિલિંદને પસંદ કરવા લાગી. મિલિંદે શરૂઆતમાં તેને લગભગ છ મહિના સુધી ‘ફ્રેન્‍ડ-ઝોન'માં રાખી, પરંતુ બાદમાં તેમના બંને પ્રેસ સંબંધો ખીલ્‍યા. જે તેમણે સગાઈ કરી હતી. જ્‍યારે હવે સગાઈના ત્રણ મહિના બાદ બંનેએ લગ્ન કરી લીધા.

(9:47 AM IST)