સંજય દત્તે RSS ને 100 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા : રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાનની પ્રશંસા કરી

મુંબઇ: RSS તેની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. અભિનેતા સંજય દત્તે આ પ્રસંગે એક વિડિઓ સંદેશ શેર કર્યો છે, જેમાં સંગઠનની યાત્રા અને યોગદાનની પ્રશંસા કરવામાં આવી છે.તેમણે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડિઓ પોસ્ટ કર્યો છે, જેમાં RSS સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી છે.વિડિઓમાં, સંજય દત્તે કહ્યું, “આ વિજયાદશમી પર, આપણે RSS ના ગૌરવશાળી 100 વર્ષની ઉજવણી કરીએ છીએ. દરેક મુશ્કેલ સમયમાં, સંઘે દેશ અને સમાજમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કુદરતી આફત હોય કે સામાજિક પડકાર, RSS સ્વયંસેવકો હંમેશા નિઃસ્વાર્થ સેવા આપી છે. આ સંગઠન સતત સકારાત્મક પરિવર્તન માટે કાર્યરત છે. હું આ ઐતિહાસિક પ્રસંગે RSS ને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને રાષ્ટ્ર નિર્માણના આ મિશનને મજબૂત બનાવવા માટે સૌને સાથે જોડાવા અપીલ કરું છું. જય હિંદ, જય ભારત.” તેમણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “100 વર્ષની સખત મહેનત, શિસ્ત અને દેશભક્તિ સાથે, RSS એ દરેક પડકારમાં દ્રઢતા દર્શાવી છે. આ સંગઠને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે અથાક મહેનત કરી છે.”
