શાહરૂખ-બચ્ચન-ઋત્વિકની સંપતિ ભેગી કરો.. તો પણ ગાયત્રી જોષીનાં પતિની મિલ્કત વધી જાય
‘‘સ્વદેશી'' ફિલ્મની હીરોઇનના પતિની કુલ સંપતિ છે ૪૨૯૬૦ કરોડ

મુંબઇ તા.૩: સ્વદેશ અભિનેત્રી ગાયત્રી જોશીના પતિ, વિકાસ ઓબેરોય પાસે રૂા.૪૨,૯૬૦ કરોડની સંપત્તિ છે. આ સંપત્તિ શાહરૂખ ખાન, ઋતિક રોશન અને અમિતાભ બચ્ચન સહિત ટોચના પાંચ બોલિવૂડ સ્ટાર્સની સંયુક્ત સંપત્તિ કરતાં પણ વધુ છે.
ભારતની ધનવાન યાદી ૨૦૨૫ (હુરુન ઇન્ડિયા) બહાર પડી ગઈ છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર આવે છે. જોકે, બોલીવુડ વિશે કેટલીક આヘર્યજનક હકીકતો પણ સામે આવી છે.
રિપોર્ટ મુજબ, ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે ૩૫૦ને વટાવી ગઈ છે. આ વર્ષે ૫૮ નવા અબજોપતિ ઉમેરાયા છે. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પહેલી વાર અબજોપતિ ક્લબમાં જોડાયા છે, તેમની કુલ સંપત્તિ રૂા.૧૨,૪૯૦ કરોડ (US$1.2 બિલિયન) છે. જોકે, તેમની સંપત્તિ હોવા છતાં, શાહરૂખ ખાન ટોચના ૧૦૦ સૌથી ધનિક ભારતીયોમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા. તેમની સંપત્તિ અમેરિકન સ્ટાર્સ રીહાન્ના અને ટાયલર પેરી જેટલી છે, પરંતુ ટેલર સ્વિફટ (ડોલર૧.૬ બિલિયન) કરતા ઓછી છે.
બોલીવુડના અન્ય સ્ટારે યાદીમાં સ્થાન મેળવ્યું છેઃ ગાયત્રી જોશી (સ્વદેશ અભિનેત્રી) ના પતિ વિકાસ ઓબેરોય. વિકાસની કુલ સંપત્તિ રૂા.૪૨,૯૬૦ કરોડ (US$42,960 કરોડ) છે. તેઓ ભારતના ટોચના ૧૦૦ સૌથી ધનિક લોકોમાં ૫૮મા ક્રમે છે અને રિયલ એસ્ટેટ વ્યવસાયમાં ચોથા ક્રમે છે.
વિકાસ ઓબેરોય રિયલ્ટી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કંપનીએ મુંબઈમાં અનેક લક્ઝરી પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. સૌથી પ્રખ્યાત ૩૬૦ વેસ્ટ એપાર્ટમેન્ટ્સ છે, જ્યાં એક ઘરની કિંમત લગભગ રૂા.૪૦૦ કરોડ (US$1.6 બિલિયન) છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને અગ્રણી ઉદ્યોગપતિઓ અહીં રહે છે. ઓબેરોય રિયલ્ટી લક્ઝરી હોટેલ વેસ્ટિન અને ઘણા હાઇ-એન્ડ પ્રોજેક્ટ્સ પણ ધરાવે છે.
ટોચના ૫ સૌથી ધનિક બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન - રૂા.૧૨,૪૯૦ કરોડ (રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ, IPL, પ્રોડક્શન હાઉસમાંથી કમાણી) જુહી ચાવલા અને પરિવાર - રૂા.૭,૭૯૦ કરોડ (IPL ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સમાં હિસ્સો) ઋત્વિક રોશન - રૂા.૨,૧૬૦ કરોડ (એથ્લેઝર બ્રાન્ડ HRXમાંથી) કરણ જોહર - રૂા.૧,૮૮૦ કરોડ (ધર્મા પ્રોડક્શન્સમાંથી) અમિતાભ બચ્ચન અને પરિવાર -રૂા.૧,૬૩૦ કરોડ (રોકાણ અને બ્રાન્ડ્સમાંથી) આ પાંચની કુલ સંપત્તિ = રૂા.૨૫,૯૫૦ કરોડ.
પરંતુ વિકાસ ઓબેરોય એકલા રૂા.૪૨,૯૬૦ કરોડના માલિક છે, જે ટોચના ૫ બોલિવૂડ સ્ટાર્સની સંયુક્ત સંપત્તિ કરતાં વધુ છે.
ગાયત્રી જોશી ૨૦૦૦ માં ફેમિના મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની હતી. તે જ વર્ષે, તેણીએ મિસ ઇન્ટરનેશનલ ૨૦૦૦ માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ શાહરુખ સાથે ફિલ્મ સ્વદેશ (૨૦૦૪) માં અભિનય કર્યો હતો. લગ્ન પછી, તેણીએ ફિલ્મોને અલવિદા કહ્યું અને તેના પતિના વ્યવસાયમાં જોડાઈ. હાલમાં, તે ઓબેરોય રિયલ્ટીની ડિરેક્ટર છે અને કંપનીની એક મહત્વપૂર્ણ સભ્ય છે. સોનાલી બેન્દ્રે અને સુઝાન ખાન (ઋત્વિક રોશનની ભૂતપૂર્વ પત્ની) સાથેની તેની મિત્રતા પણ પ્રખ્યાત છે.
ગાયત્રી જોશીના પતિ વિકાસ ઓબેરોય ૪૨,૯૬૦ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ભારતના ૫૮મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમની સંપત્તિ શાહરુખ, જુહી, ઋત્વિક, કરણ અને અમિતાભની સંયુક્ત સંપત્તિ કરતાં વધુ છે.(૩૮.૧૭)
