શીર્ષક: રોમાન્સ ઇન ધ એર: પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો ક્યૂટ અંદાજ, નિકે સંવાર્યા વાળ અને 'દેશી ગર્લ' શરમથી લાલ!
નિક જોનસનો આ પ્રેમાળ અંદાજ અને પ્રિયંકાની શરમાળ સ્માઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો આ તસવીર પર હૃદય અને ફાયર ઇમોજીસનો કરી રહ્યા છે વરસાદ

બોલીવુડની 'દેશી ગર્લ' અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનસ અને તેના પતિ, પોપ સ્ટાર નિક જોનસ ફરી એકવાર તેમના રોમેન્ટિક કેમેસ્ટ્રીના કારણે ચર્ચામાં છે! આ કપલ સોશિયલ મીડિયા પર અવારનવાર તેમના ચાહકો સાથે ક્યૂટ અને લવિંગ પળો શેર કરતું રહે છે, અને શુક્રવારે શેર થયેલી એક તસવીરે ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે.
પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પતિ નિક જોનસ સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં તેમનો નિર્દોષ પ્રેમ સ્પષ્ટપણે છલકાય છે. આ ફોટોમાં નિક જોનસ પોતાની પત્નીના વાળને અત્યંત પ્રેમથી સંવારતા જોવા મળે છે. નિકના આ પ્રેમાળ હાવભાવથી પ્રિયંકા શરમથી લાલ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે!
તસવીરમાં પ્રિયંકાનો ચહેરો નિકની તરફ ઢળાયેલો છે અને તેની આંખોમાં નિક માટેનો પ્રેમ અને શરમની લાગણી સ્પષ્ટપણે દેખાય છે. 'નિક-પ્રિયંકા'ની આ જોડીને તેના ચાહકો હંમેશા 'કપલ ગોલ્સ' તરીકે જુએ છે.
નિક જોનસનો આ પ્રેમાળ અંદાજ અને પ્રિયંકાની શરમાળ સ્માઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો આ તસવીર પર હૃદય અને ફાયર ઇમોજીસનો વરસાદ કરી રહ્યા છે. આ કપલનો આ રોમાન્સ જોઈને કહી શકાય કે તેમનું બોન્ડિંગ સમયની સાથે વધુ મજબૂત બની રહ્યું છે!
