<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 12th October 2025

બોક્સ ઓફિસ પર 'કાંતારા ચેપ્ટર ૧'નો સુનામી! ૧૦મા દિવસે ૩૭ કરોડની ધમાકેદાર કમાણી, રૂ.૩૯૬ કરોડ સાથે 'સૈયારા'ને પાછળ છોડી વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની!

ભલે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની રોમેન્ટિક કોમેડી-ડ્રામા 'સની સંસ્કારી કી તુલસી કુમારી' આ જ દિવસે રિલીઝ થઈ, પરંતુ તેની 'કાંતારા ચેપ્ટર ૧'ના પ્રદર્શન પર કોઈ અસર થઈ નથી.

મુંબઈ: કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર ઋષભ શેટ્ટીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે બોક્સ ઓફિસના બેતાજ બાદશાહ છે! તેમની ફિલ્મ 'કાંતારા ચેપ્ટર ૧' ૨ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ રિલીઝ થયા બાદ સતત ધૂમ મચાવી રહી છે. રિલીઝના દસમા દિવસ, એટલે કે શનિવારના આંકડાઓએ બોક્સ ઓફિસ પર સનસનાટી મચાવી દીધી છે.
'કાંતારા ચેપ્ટર ૧' એ તેના ૧૦મા દિવસના કલેક્શન સાથે આ વર્ષની મોટી ફિલ્મ 'સૈયારા'ના ભારતીય નેટ કલેક્શન (રૂ.૩૨૯.૨ કરોડ) ને પાછળ છોડી દીધું છે. આ સાથે, ૧૨૫ કરોડના બજેટમાં બનેલી 'કાંતારા ચેપ્ટર ૧' હવે વર્ષ ૨૦૨૫ ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
સેકનિલ્કના પ્રારંભિક અહેવાલો મુજબ, 'કાંતારા ચેપ્ટર ૧' એ ૧૦મા દિવસે જંગી રૂ.૩૭.૦૦ કરોડની કમાણી કરી છે. આ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૩૯૬.૬૫ કરોડ પર પહોંચી ગયું છે!
ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને અભિનીત આ સિક્વલ ૫,૦૦૦ વર્ષ જૂની દંતકથાઓ પર આધારિત વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ભલે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની રોમેન્ટિક કોમેડી-ડ્રામા 'સની સંસ્કારી કી તુલસી કુમારી' આ જ દિવસે રિલીઝ થઈ, પરંતુ તેની 'કાંતારા ચેપ્ટર ૧'ના પ્રદર્શન પર કોઈ અસર થઈ નથી.
'કાંતારા ચેપ્ટર ૧'નું દિવસવાર કલેક્શન:
દિવસ કલેક્શન (રૂ. કરોડ)
દિવસ 1 61.85
દિવસ 2 45.40
દિવસ 3 55.00
દિવસ 4 63.00
દિવસ 5 31.25
દિવસ 6 34.25
દિવસ 7 25.25
દિવસ 8 20.50
દિવસ 9 22.25
દિવસ 10 (પ્રારંભિક) 37.00
કુલ કલેક્શન (પ્રારંભિક) 396.65

(11:39 AM IST)