<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 17th October 2025

એકટ્રેસ તમન્ના ભાટિયા, સમન્‍થા રૂથ પ્રભુ અને રકુલપ્રીત સિહના ખોટા મતદાર આઇડી મળ્‍યા

અભિનેત્રીના મતદાર કાર્ડ એક જ સરનામાં પર ઉલ્‍લેખિત છે

હૈદ્રાબાદ તા.૧૭: તેલંગાણામાં જુબલી હિલ્‍સ બેઠક માટે પેટા ચૂંટણી પહેલા, અભિનેત્રીઓ તમન્ના ભાટિયા, સામંથા રૂથ પ્રભુ અને રકુલપ્રીત સિહના ફોટાવાળા નકલી મતદાર ઓળખ કાર્ડ મળી આવતા હોબાળો મચી ગયો છે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ત્રણેય અભિનેત્રીના મતદાર કાર્ડ એક જ સરનામાં પર ઉલ્‍લેખિત છે. જુબલી હિલ્‍સ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન ૧૧ નવેમ્‍બરે થશે અને ગણતરી ૧૪ નવેમ્‍બરે થવાની છે. આ વર્ષે જૂનમાં બીઆરએસ ધારાસભ્‍ય મગંતી ગોપીનાથના હાર્ટ એટેકને કારણે અવસાન થયા બાદ આ બેઠક ખાલી પડી હોવાથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસે વી નવીન યાદવને પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, અને વિપક્ષી બીઆરએસે તેમના ઉમેદવાર મગંતી સુનિતા, મૃત ધારાસભ્‍યની વિધવાને ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપના નેતા લંકલા દીપક રેડ્ડી પણ ચૂંટણીમાં સામેલ છે

(9:33 AM IST)