<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 20th October 2025

૨૦૨૫ની ફલોપ ફિલ્‍મો કે જે હિટ થવાની રિલીજ થતા જ સુરસુરીયું આશા હતી

ભારે ભરખમ બજેટમાં બનેલી ફિલ્‍મો બોકસઓફિસ પર નિષ્‍ફળ સાબિત થઇ

નવી દિલ્‍હી તા.૨૦: દર વર્ષની જેમ, આ વર્ષે પણ ભારતમાં સેંકડો ફિલ્‍મો રિલીઝ થઈ છે. ઘણી ફિલ્‍મોએ ઓછા બજેટ છતાં જંગી નફો કર્યો, જ્‍યારે કેટલીક, મોટા બજેટ હોવા છતાં, બોક્‍સ ઓફિસ પર ફલોપ રહી. આજે, અમે તમને ૨૦૨૫ ની આવી પાંચ ફિલ્‍મો વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી કેટલીક મોટી આફતો સાબિત થઈ.

ધ બેંગાલ ફાઇલ્‍સઃ ધ કાશ્‍મીર ફાઇલ્‍સ જેવી બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મો બનાવનારા વિવેક અગ્નિહોત્રીને ૅધ બેંગાલ ફાઇલ્‍સ માટે દર્શકોએ નકારી કાઢ્‍યા હતા. રૂા.૩૫ કરોડના બજેટ પર બનેલી આ ફિલ્‍મમાં મિથુન ચક્રવર્તી, નમાશી ચક્રવર્તી, સિમરત કૌર, પલ્‍લવી જોશી અને અનુપમ ખેર અભિનય કર્યો હતો. આ ફિલ્‍મે ભારતમાં માત્ર ?૧૭ કરોડની કમાણી કરી હતી.

ઋત્‍વિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણીની ફિલ્‍મ વોર ૨ ૨૦૨૫ ની સૌથી મોટી ફલોપ ફિલ્‍મોની યાદીમાં ટોચ પર છે. રૂા.૪૦૦ કરોડના બજેટ પર બનેલી આ ફિલ્‍મ ભારતમાં માત્ર  રૂા.૨૪૦.૫ કરોડ કલેક્‍શન કરવામાં સફળ રહી, જ્‍યારે ૨૦૧૯ ની વોર બ્‍લોકબસ્‍ટર હતી.

આઝાદ ફિલ્‍મથી પીઢ અભિનેત્રી રવિના ટંડનની પુત્રી રાશા થડાની અને અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ બોલિવૂડમાં ડેબ્‍યૂ કરી રહ્યા હતા. આ ફિલ્‍મમાં અજય દેવગણે પણ અભિનય કર્યો હતો. નિર્માતાઓએ આઝાદ ફિલ્‍મ  રૂા.૬૦ કરોડના બજેટમાં બનાવી હતી. જોકે, આ ફિલ્‍મ તેના બજેટના માત્ર ૧૦%  (રૂા.૬.૮ કરોડ) જ કલેક્‍શન કરી શકી હતી અને તે ડિઝાસ્‍ટર સાબિત થઈ હતી.

રાજકુમાર રાવે ૨૦૨૪માં આવેલી ફિલ્‍મસ્ત્રી સાથે બોક્‍સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્‍મે  રૂા.૮૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી, પરંતુ ૨૦૨૫માં રાજકુમારની માલિક ખરાબ રીતે ફલોપ ગઈ હતી.  રૂા.૫૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્‍મ, માલિક ભારતમાં તેના બજેટનો અડધો ભાગ પણ મેળવી શકી ન હતી, અને ભારતીય બોક્‍સ ઓફિસ પર માત્ર  રૂા.૨૩.૫ કરોડની કમાણી કરી હતી.

મેરે હસબન્‍ડ કી બીવી ફિલ્‍મ ૪૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી હતી. આ ફિલ્‍મ ૧૦ કરોડ રૂપિયા સુધી પણ પહોંચી શકી ન હતી. તેણે ફક્‍ત ૯.૩ કરોડ રૂપિયાની કમાણી કરી અને તે ફલોપ સાબિત થઈ. મેરે હસબન્‍ડ કી બીવીૅ માં અર્જુન કપૂર, ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિહ અભિનય કર્યો હતો.(૩૮.૫)

(9:11 AM IST)