૭મી નવેમ્બરે આવી રહી છે યામી ગોૈતમ અને ઇમરાન હાસમીની ફિલ્મ ‘હક': નવા પોસ્ટર સામે આવ્યા

મુંબઇઃ ઇમરાન હાસમી અને યામી ગોૈતમની ફિલ્મ હક ૭મી નવેમ્બરે આવી રહી છે. ફિલ્મના ટીઝરને મળેલી જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે ‘હક'નું ટ્રેલર પણ જલ્દી આવવાનું છે. ‘રાઝી', ‘તલવાર' અને ‘બધાઈ દો' જેવી શક્તિશાળી અને ચર્ચા ઉપજાવનારી ફિલ્મો બનાવનાર સ્ટુડિયો જંગલી પિક્ચર્સે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે, અને એક વાર ફરીથી ધૂમ મચાવવા તૈયાર છે.
સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાથી પ્રેરિત આ ફિલ્મ ૮૦ના દાયકાની સૌથી વિવાદાસ્પદ અને મહત્વપૂર્ણ ચર્ચાઓમાંથી એકને ફરી રજૂ કરે છે. શું એક રાષ્ટ્ર, એક કાયદો હોવો જોઈએ? આપણે વ્યક્તિગત આસ્થા અને ધર્મનિરપેક્ષ કાયદા વચ્ચે રેખા કયાં ખેંચવી જોઈએ? ઉત્સુકતા વધારતા, યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમીના નવા જાહેર કરાયેલા કેરેક્ટર પોસ્ટર ‘હક'ની દુનિયાની એક તીવ્ર અને પ્રભાવશાળી પહેલી ઝલક આપે છે. યામીનું પોસ્ટર પોતાની ગૌરવ અને અધિકારો માટે લડતી એકસ્ત્રીની સહનશક્તિ બતાવે છે, જ્યારે ઇમરાનનું પોસ્ટર કાયદા, આસ્થા અને અંતરાત્મા વચ્ચે સંઘર્ષ કરી રહેલા એક પુરુષની તીવ્રતા દર્શાવે છે.
બંને પોસ્ટર મળીને એવી દુનિયા રજૂ કરે છે જે વિશ્વાસથી વહેંચાઈ ગઈ છે પણ ન્યાયની શોધથી જોડાયેલી છે જે આવનારી વાર્તાનું વાતાવરણ એકદમ યોગ્ય રીતે તૈયાર કરે છે. યામી ગૌતમ ધર અને ઇમરાન હાશમી અભિનીત ‘હક' એવી પ્રેરણાદાયીસ્ત્રીની કહાની રજૂ કરે છે જે ચૂપ રહેવાનો ઇનકાર કરે છે. ઇમરાન હાશમી એક તેજસ્વી વકીલનું પાત્ર ભજવે છે જે આ ઇન્ટેન્સ ડ્રામામાં તેનો સાથ આપે છે. જંગલી પિક્ચર્સ સાથે ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેજા સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘હક' સામાજિક રીતે પ્રાસંગિક સિનેમાની વારસાગત પરંપરાને આગળ ધપાવે છે. ટ્રેલર સોમવારે ૨૭ ઓક્ટોબરે રિલીઝ થશે.
