<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 25th October 2025

સ્વ.સુશાંતના પરિવારે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકારવાનો લીધો નિર્ણય : રિયા ચક્રવર્તીને ક્લીનચીટ સામે ઉઠાવ્યો સવાલ

મુંબઈ: સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે, તેને ઉપરછલ્લી અને અપૂર્ણ ગણાવી છે. પરિવારનો આરોપ છે કે તપાસ એજન્સીએ અનેક મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણ્યા છે.સીબીઆઈના રિપોર્ટમાં જણાવાયું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે અને રિયા ચક્રવર્તી કે અન્ય કોઈ આરોપી સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.સુશાંતના પરિવારના વકીલ વરુણ સિંહનો દાવો છે કે રિપોર્ટ અધૂરો છે. તેમણે કહ્યું કે ચેટ્સ, સાક્ષીઓના નિવેદનો, બેંક રેકોર્ડ અને મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જોઈતા હતા. પરિવારનો આરોપ છે કે બેંક સ્ટેટમેન્ટ જેવા મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. સુશાંતના મૃત્યુના લગભગ પાંચ વર્ષ પછી, માર્ચ 2025 માં, સીબીઆઈએ બે કેસમાં બે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા. સુશાંતના પરિવારે રિયા અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો આરોપ લગાવીને પટનામાં એક કેસ દાખલ કર્યો હતો. બીજો કેસ રિયા ચક્રવર્તીએ મુંબઈમાં સુશાંતની બહેનો અને પરિવાર વિરુદ્ધ દાખલ કર્યો હતો. રિપોર્ટમાં સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવી છે.

 

(1:47 PM IST)