'બિગ બોસ 19' માં મોટો ધમાકો? સલમાનની હિંટથી એક્ટર અભિષેક બજાજ ગભરાયો, Ex-વાઇફની એન્ટ્રીનો ડર
'વીકેન્ડ કા વાર' માં સલમાને રહસ્યો ખોલ્યાની વાત કરી; અભિષેકનો ચહેરો નમ પડ્યો, અશ્નૂર સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા કરી.

મુંબઈ: 'બિગ બોસ ૧૯' ના 'વીકેન્ડ કા વાર' એપિસોડમાં હોસ્ટ સલમાન ખાન ના એક સંકેતે ઘરમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે. સલમાન ખાને ખુદ એક્ટર અભિષેક બજાજ ને ઇશારો કર્યો કે તેની ભૂતપૂર્વ પત્ની (Ex-Wife) ટૂંક સમયમાં શોમાં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી શકે છે!
સલમાનના આ શબ્દો સાંભળીને અભિષેક બજાજનો ચહેરો નમ પડી ગયો અને તે થોડો ગભરાઈ ગયો હતો. સલમાને અભિષેકને કહ્યું હતું કે: "સોશિયલ મીડિયા ખૂબ જ ખરાબ છે. શો તમારા પર બધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. લાઈમલાઈટની શોધમાં લોકો કાં તો તમારી પ્રશંસા કરશે અથવા તમારા રહસ્યો ખોલશે, જે ખોલવામાં આવી રહ્યા છે અભિષેક."
સલમાનના શબ્દોથી ગભરાયેલો અભિષેક બાદમાં સહ-સ્પર્ધક અશ્નૂર સાથે આ વિશે વાત કરતો જોવા મળ્યો. અભિષેકે અશ્નૂરને તેની ચિંતા વ્યક્ત કરી કે તેની પૂર્વ પત્ની શોમાં આવી શકે છે. જોકે, અશ્નૂરે તેને દિલાસો આપતા કહ્યું કે: "ચિંતા ન કર. તારા મિત્રો અને પીઆર ટીમ તારા અંગત જીવનને બહાર ન લાવવા માટે કામ કરશે. તેઓ તેને સંભાળી લેશે."
સલમાન ખાને આપેલી આ હિંટ બાદ હવે ચાહકોમાં ઉત્સુકતા વધી છે કે શું ખરેખર અભિષેકની પૂર્વ પત્નીની એન્ટ્રી થશે, જે અભિષેકના અંગત જીવન અને ગેમમાં મોટો વળાંક લાવી શકે છે.
