<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 28th October 2025

૪૦૦ રૂપિયાની ભેળ અને ૧૦૦ રૂપિયાની રોટલીઃ ગુલાબજાંબુનો ભાવ રૂ. ૪૧૦

અભિનેત્રી મૌની રોયનાં રેસ્‍ટોરાંનું મેનૂ જોઈને જ પેટ ભરી લેજો... અમુક વાનગીઓના નામ પણ બોલીવૂડિયા છે. જેમ કે સત્તે પે સત્તા કોકટેલ, બદમાશ મોસાય વગેરે

મુંબઇ તા.૨૮: બોલીવૂડના એવા ઘણા સ્‍ટાર છે જેમણે અન્‍ય બિઝનેસમાં ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કર્યું છે. જેમાં સૌથી વધુ હોટેલ-રેસ્‍ટોરાં અને કોસ્‍મેટિક્‍સ બિઝનેસ હોય છે. સુનીલ શેટ્ટીથી માંડી અનુષ્‍કા શર્મા અને મલાઈકા અરોરા પણ હોટેલ બિઝનેસમાં ઝંપલાવી ચૂક્‍યા છે. અનુષ્‍કા અને કોહલીએ પ્રસિદ્ધ ગાયક કિશોર કુમારના બંગલામાં આલાગ્રાન્‍ડ રેસ્‍ટોરાં બનાવ્‍યું છે. સુનીલ શેટ્ટીની ચેઈન ઓફ હોટેલ છે.

હવે આ બિઝનેસમાં અન્‍ય એક અભિનેત્રીએ રોકાણ કર્યું છે. તેણે મુંબઈમાં એક બોલીવૂડ થીમ પર આધારિત ઈન્‍ડિયન કુઝીન સાથેનું રેસ્‍ટોરાં ખોલ્‍યું તો છે, પરંતુ તેનું મેનૂ કાર્ડ આપણી માટે તો પરસેવો છૂટી જાય તેવું છે.

આ અભિનેત્રીનું નામ છે મૌની રોય. નાગિન સિરિયલથી ફેમસ થયેલી મૌનીએ મુંબઈના પヘમિ અંધેરીમાં રેસ્‍ટોરાં ખોલ્‍યું છે. કાફેની સજાવટ બોલીવૂડ થીમ પરથી છે. અમુક વાનગીઓના નામ પણ બોલીવૂડિયા છે. જેમ કે સત્તે પે સત્તા કોકટેલ, બદમાશ મોસાય વગેરે.

મૌનીએ આ વિશે જણાવ્‍યું કે મારી ખૂબ ઈચ્‍છા હતી કે ભારતીય વાનગીઓનો એક સારો રેસ્‍ટોરાં ખોલવામાં આવે. મુંબઈ અને બેંગલુરુમાં બહુ ઓછા એવા રેસ્‍ટોરાં છે, જ્‍યાં ભારતીય વાનગીઓ મળતી હોય. જોકે મૌનીએ એમ પણ કહ્યું કે આ મારા માટે શક્‍ય ન હતું, મારા પતિ અને તેમના મિત્રએ રોકાણ કર્યું છે.

હવે વાત કરીએ મેનૂ કાર્ડની તો મૌનીના રેસ્‍ટોરામાં ઘણી અવનવી વાનગી મળે છે, પણ તેનો ભાવ મધ્‍યમવર્ગીયો માટે ઘણો જ ઊંચો છે. જેમકે એક ભેળ રૂ. ૪૦૦ની છે તો એક રોટલી રૂ. ૧૦૦ની. એક ગુલાબજાંબુનો ભાવ રૂ. ૪૧૦ છે. કાંદાભજીની એક પ્‍લેટની કિમત રૂ. ૩૫૫ છે.

અહીં એક મસાલા પાપડ પણ રૂ. ૨૦૦થી નીચે નથી. નાન કે રોટલી રૂ. ૧૦૦થી નીચે નથી. મુંબઈ ભેળપુરી માટે ખૂબ ફેમસ છે અને કોઈપણ ભૈયાજીની લારીએ ઊભીને ભેલ ખાવાની મજા જ અલગ છે. પુરીની ચમચી બનાવી સાદા કાગળમાં પિરસાતી એકદમ ટેસ્‍ટી ભેલ તમને રૂ. ૫૦મા મળી જાય છે.

સિતારાઓ પણ મુંબઈના આ સ્‍ટ્રીટફૂડના દિવાના છે, પરંતુ જેમને કાફેમાં બેસી વાતો કરવી હોય અને ગપ્‍પા મારવા હોય અને જેમની પાસે વધુ પડતા નાણા હોય તેમની માટે બદમાશ જેવી કેટલીય રેસ્‍ટોરાં મુંબઈ સહિતના શહેરોમાં છે.(૩૮.૧૭)

(10:24 AM IST)