<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 29th October 2025

૨૧ નવેમ્‍બરે ‘ધ ફેમિલી મેન ૩'ની નવી સીઝન આવી રહી છે

આ સિઝનમાં મનોજ બાજપાઈ શ્રીકાંત તિવારી તરીકે નોર્થ ઇસ્‍ટના મિશન પર જશે

મુંબઇ તા.૨૯: મનોજ બાજપાઈની લોકપ્રિય વેબ સિરીઝની ત્રીજી સીઝન માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. છેલ્‍લા એક વર્ષથી એવી ચર્ચાઓ અને અહેવાલો પણ હતા કે ત્રીજી સીઝન દિવાળી ૨૦૨૫ આસપાસ રિલીઝ થશે. હવે અંતે પ્રોમો સાથે રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. ૨૧ નવેમ્‍બરે નવી સીઝન આવી રહી છે.

બીજી સીઝનના અંતમાં જ ત્રીજી સીઝનમાં નોર્થ ઇસ્‍ટની સ્‍ટોરી હશે તેની ઝલક આપી દેવાઈ હતી. ત્‍યારથી આ સીઝનના રાહ જોવાતી હતી, હવે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ છે. પ્રાઇમ વીડિયોના સોશિયલ મીડિયા અકાઉન્‍ટ પર પ્રોમો શેર કરીને લખાયું હતું, ‘લે લાડલે, હો ગયા શ્રીકાંત કા કમબેક ધ ફેમિલીમેન ઓન પ્રાઇમ, નવેમ્‍બર ૨૧.' પેજ પર શેર કરાયેલા પ્રોમોના વીડિયોમાં દર્શાવાયું છે કે, આગળની સીઝન પછી ચાર વર્ષ વીતી ગયા છે. સુચિત્રા તિવારી તરીકે પ્રિયામણી નવી સીઝનનો પરિચય આપે છે. જ્‍યારે શ્રીકાંત તિવારી આઆઆ...ના આલાપ સાથે કશુંક નવું શીખવાની કોશિષ કરતો દેખાય છે, જેમાં ક્‍યારેક તે ગીત ગાતો તો ક્‍યારેય બૂમ પાડતો દેખાય છે. આ સિવાય પ્રિયામણી કહે છે, ચાર વર્ષમાં તેની દિકરી કોલેજમાં આવી ગઈ છે અને દિકરો હવે બેલે શીખવા માંડ્‍યો છે. સાથે જ શ્રીકાંત તિવારી ઘરના કામોમાં મદદ કરતો પણ દેખાય છે. અંતે પ્રોમોના અંતમાં શ્રીકાંત કહે છે, ‘આ રહા હું,.....'

જો આ સિરીઝના પાત્રો અને સ્‍ટોરીની વાત કરીએ તો, પેહલી સીઝનમાં શ્રીકાંત તિવારીની દુનિયાનો પરિચય આપવામાં આવ્‍યો હતો, જે એક સામાન્‍ય પારિવારિક માણસ છે અને થ્રેટ એનાલિસિસ એન્‍ડ સર્વેલન્‍સ સેલ, જે દેશની નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સીની એક શાખા છે, તેમાં કામ કરે છે. તેની સાથે તેનો પાર્ટનર જે કે તલપદે છે, જે બંને એક આતંકવાદી હુમલાની તપાસ કરી રહ્યા છે, તેની વચ્‍ચે તેઓ અંગત જીવનનું બેલેન્‍સ મુશ્‍કેલીથી રાખી રહ્યા છે. જ્‍યારે બીજી સીઝનમાં તેઓ સાઉથમાં ઉગ્રવાદી જૂથ તમિલ ટાઇગર્સનો સામનો કરે છે, તેમાં સમંથા રુથ પ્રભુ પણ મહત્‍વના રોલમાં હતી. તેના અંતે બતાવેલા સીનમાં પેન્‍ડેમિક પછીની સ્‍થિતિમાં ચીન અને નોર્થ ઇસ્‍ટના રાજ્‍યો પર જોખમના મિશનની ઝલક આપવામાં આવી હતી. શ્રીકાંત આ રાષ્ટ્રિય જોખમથી શ્રીકાંત દેશને કઈ રીતે બચાવે છે, તે જોવાનું રહેશે.  આ ચોથી સીઝનમાં મનોજ બાજપાઈ સાથે શારીબ હાશ્‍મી અને પ્રિયામણી  તેમજ આષ્‍લેશા ઠાકુર સિવાય જયદીપ આહલાવત, નિમ્રત કૌર, સંદીપ કિશન, જુગલ હંસરાજ આદિત્‍ય શ્રીવાસ્‍તવ અને ગુલ પનાગ મહત્‍વના રોલમાં જોવા મળશે.

(9:56 AM IST)