<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 5th November 2025

શાહરુખ ખાનનો કિંગનો લુક બ્રેડ પિટની સ્‍ટાઇલની કોપી?

શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠે તેની આગામી ફિલ્‍મ ‘કિગ'નો ફર્સ્‍ટ લુક રિલીઝ કરીને કિગ ખાનના ફેન્‍સને સરપ્રાઇઝ આપવામાં આવી હતી

મુંબઈ,તા.૦૫: શાહરુખ ખાનની ૬૦મી વર્ષગાંઠે તેની આગામી ફિલ્‍મ ‘કિગ'નો ફર્સ્‍ટ લુક રિલીઝ કરીને કિગ ખાનના ફેન્‍સને સરપ્રાઇઝ આપવામાં આવી હતી. જોકે ફર્સ્‍ટ લુક લોન્‍ચ થતાં જ કેટલાક લોકોએ ચર્ચા શરૂ કરી દીધી હતી કે ફિલ્‍મમાં શાહરુખનો એક લુક થોડા સમય પહેલાં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્‍મ ‘જ્‍૧  ધ મૂવી'ના બ્રેડ પિટના લુકની કોપી છે. ‘કિગ'ના ટીઝરમાં શાહરુખ મસ્‍ટર્ડ જેકેટ સાથે લાઇટબ્‍લુ ડેનિમ શર્ટ, ક્રોસબોડી બેગ અને એવિયેટર સનગ્‍લાસિસ સાથે જોવા મળે છે. શાહરુખનો આ લુક બ્રેડ પિટના લુક સાથે ગજબનું સામ્‍ય ધરાવે છે. શાહરુખનો આ ‘કિગ'-લુક હાલમાં તો ફેન્‍સમાં ચર્ચાનો મુદ્દો બન્‍યો છે. જોકે કેટલાક ફેન્‍સ એવી દલીલ પણ કરે છે કે શાહરુખ તો બ્રેડ પિટ કરતાં બહુ પહેલાં ૨૦૧૭માં ‘જબ હેરી મેટ સેજલ'માં આવા લુક સાથે જોવા મળ્‍યો હતો.

 

(10:04 AM IST)