દૂરદર્શનનો લોકપ્રિય શો ‘રજની' નવા અવતારમાં પાછો ફરશે
પ્રિયા તેંડુલકરનો રોલ તારક મહેતા ફેમ આરાધના શર્મા કરશે

મુંબઇ તા.૬: ગંભીર અને લાગણીસભર રોલ માટે જાણીતી એક્ટ્રેસ આરાધના શર્મા ભારતીય ટેલિવિઝનની દુનિયાનો યાદગાર રોલ ફરી એક વખત નવા રંગરૂપ સાથે રજૂ કરશે. દૂરદર્શન જ્યારે નવું નવું શરૂ થયું હતું ત્યારે લગભગ ચાલીસ વર્ષ પહેલાં ‘રજની' સિરીયલ આવતી હતી. જાણીતા અભિનેત્રી પ્રિયા તેંડુલકરે નિભાવેલા રોલથી ટીવીની દુનિયામાં મહિલાઓના પ્રતિનિધિત્વને નવી વ્યાખ્યા મળી હતી. ૧૯૮૫માં તેણે એક બહાદુર નારીનો રોલ કર્યો હતો. હવે આ શો રજની ૨.૦ નામથી પાછો ફરશે, જેમાં આરાધના પ્રિયાની દિકરી તરીકે તેના વારસાને આગળ વધારશે.
પહેલો શો માત્ર એક શો નહીં પણ ટીવી પર એક ઝુંબેશ બની ગઈ હતી. પ્રિયા તેંડુલકરનું પાત્ર બહાદુરી લ્લઢ નિヘયનું પ્રતિક બની ગયું હતું અને તેણે અનેક દર્શકોને પ્રેરણા આપી હતી. રજની ૨.૦ એ જ જુસ્સો પાછો લાવવા માગે છે. તે એક બહાદુર સામાજિક કાર્યકરના રોલમાં જોવા મળશે. આરાધનાએ કહ્યું હતું કે તે આ યાદગાર રોલને પુનર્જિવીત કરતાં ગૌરવ અને આનંદ અનુભવે છે, કે તેને એવો રોલ કરવા મળ્યો જે પ્રિયા તેંડુલકરે સુંદર અને મજબુત રીતે જીવંત કર્યો હતો. મારી પ્રિયા મેમ સાથે સરખામણી થાય તે બાબત મને ખુબ સ્પર્ષી જતી હતી. હું એ બાવના શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. તેના માટે આ રોલ કરવો એ એક સર્જનાત્મક અને લાગણીસભર સફર રહી છે.(૩૮.૫)
