રેખાની સુંદરતાનું રહસ્ય: ઉંમર કેમ નથી કરી શકતી આ દિવાને અસર?
અભિનેત્રીએ કપિલ શર્મા શોમાં ખોલ્યું રાઝ: "મને બધું ગમે છે, પણ સૌથી વધુ હું મારી જાતને પ્રેમ કરું છું!"

મુંબઈ: બોલીવુડની એવરગ્રીન બ્યુટી રેખાની ચમક અને તેજસ્વીતા આજે પણ તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. ફિલ્મો, પેજ થ્રી પાર્ટીઓ કે ઇવેન્ટ્સ હોય, રેખાની હાજરી હંમેશા ધ્યાનનું કેન્દ્ર બની રહે છે. તેમની વધતી ઉંમર તેમના ચહેરા પરના નૂરને સહેજ પણ ઓછું કરી શકી નથી. આખરે આ સુંદરતાનું રહસ્ય શું છે? આ સવાલનો જવાબ અભિનેત્રીએ પોતે કોમેડી શો "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો" માં આપ્યો છે.
શોના વાયરલ થઈ રહેલા વીડિયોમાં રેખા કહેતી જોવા મળે છે, "મને બધું ગમે છે. મને મારું કામ ગમે છે. હું મારા મિત્રોને પ્રેમ કરું છું. મને દુનિયા ગમે છે, અને મને પ્રકૃતિ ગમે છે. મને બધું જ ગમે છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે હું મારી જાતને પ્રેમ કરું."
જોકે, રેખાની સુંદરતા ફક્ત આત્મ-પ્રેમ પૂરતી મર્યાદિત નથી. અગાઉ આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે પોતાની સંપૂર્ણ બ્યુટી અને હેલ્થ રેજીમનું રહસ્ય ખોલ્યું હતું.
ફિટનેસ મંત્ર: રેખા જીમને ફિટ રહેવાનું સાધન માનતા નથી. તે નૃત્ય, બાગકામ અને ઘરના કામકાજને જ જરૂરી કસરતના પ્રકાર માને છે, જે તે દરરોજ સવારે ઉઠીને કસરત અને ધ્યાન સાથે કરે છે.
આહાર અને ડિટોક્સ: તેઓ ફળોનો રસ, નાળિયેર પાણી અને ખાસ કરીને રોજ 12 ગ્લાસ પાણી પીવા પર ભાર મૂકે છે, જે શરીર અને ત્વચા બંનેને ડિટોક્સ કરે છે. તળેલા અને વધુ પડતા રાંધેલા ખોરાકને ટાળે છે અને શરીરને આરામ આપવા માટે રાત્રે 8 વાગ્યે જ રાત્રિભોજન કરે છે.
વાળ અને ત્વચાની સંભાળ: અભિનેત્રી પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિઓ, એરોમાથેરાપી અને આયુર્વેદિક સ્પા ટ્રીટમેન્ટ કરાવે છે. વાળની સંભાળ માટે તે આમળા, શિકાકાઈ, મેથી અને નાળિયેર તેલના કુદરતી ફેસ પેક પર નિર્ભર રહે છે.
આમ, રેખાની સદાબહાર સુંદરતા પાછળ આત્મ-પ્રેમ, કુદરતી આહાર અને નિયમિત જીવનશૈલીનું રહસ્ય છુપાયેલું છે.
