‘દે દે પ્યાર દે ૨' સાથે આ ફિલ્મનું ટ્રેલર લોંચ થશે
કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું ૨'નું પહેલું ગીત ૧૩ નવેમ્બરે આવશે

મુંબઇ તા.૧૧: કપિલ શર્માની લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરું'ની સિક્વલની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ ગઈ છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થઈ રહી છે, તે પહેલાં હવે આ ફિલ્મનું હની સિગ સાથેનું પહેલું ગીત ૧૩ નવેમ્બરે લોંચ થવા જઈ રહ્યું છે. આ ગીત સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઈ જશે. ત્યારે મેકર્સની એવી આશા છે કે આ ગીત પણ એક પંજાબી ગીત છે, જે લોકો માટે એક મજા કરવા માટેનું પાર્ટી સોંગ બની રહેશે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર ‘દે દે પ્યાર દે ૨' સાથે રિલીઝ કરવામાં આવશે. એ પછી તેને યૂટ્યુબ પર લોંચ કરવામાં આવશે.
‘કિસ કિસ કો પ્યાર કરું ૨' એક હિન્દી રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં કપિલ શર્મા લીડ રોલમાં જોવા મળશે, તેની સાથે મનજોત સિઘ, હિરા વારીના, આયેશા ખાન, ત્રિધા ચૌધરી અને પારુલ ગુલાટી મહત્વના રોલમાં છે. આ ફિલ્મ અનુકલ્પ ગોસ્વામી દ્વારા લખવા અને ડિરેક્ટ કરવામાં આવી છે. તેમાં કપિલ કુમાર શિવ રામ કિશનનો રોલ કરે છે, જેણે ચાર લગ્ન કર્યાં છે, તો આ ફિલ્મમાં હવે કેટલાંક નવા ચહેરા પણ જોવા મળશે.
જ્યારે ૧૪ નવેમ્બરે ‘દે દે પ્યાર દે ૨' પણ રિલીઝ થઈ રહી છે, જેમાં રકુલપ્રીત સિહ, જાવેદ જાફરી અને આર માધવન મહત્વના રોલમાં છે, આ ફિલ્મ સાથે કપલની ફિલ્મનું ટ્રેલર લોંચ થશે
