<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 18th November 2025

‘૧૨૦ બહાદુર' દેશભરનાં ડિફેન્‍સ થિએટરમાં ૨૧ નવેમ્‍બરે રિલીઝ થશે

પિક્‍ચર ટાઇમ મોબાઇલ સિનેમા નેટવર્કની મદદથી ફિલ્‍મ રિલીઝ કરવામાં આવશે

 

 

મુંબઇ તા.૧૮: એક્‍સેલ એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને ટ્રીગર હેપ્‍પી સ્‍ટુડિયોઝની રિલીઝ થનારી ફિલ્‍મ ૧૨૦ બહાદુર ખાસ સૈનિકો અને તેમના પરિવારોના માનમાં બનાવવામાં આવી છે. આ ફિલ્‍મ ભરતીય સિનેમાના ઇતિહાસમાં દેશભરના ડિફેન્‍સ થિએટરમાં રિલીઝ થનારી પહેલી ફિલ્‍મ હશે. પિક્‍ચર ટાઇમના મોબાઇલ સિનેમા નેટવર્કની મદદથી આ ફિલ્‍મ રિલીઝ કરવામાં આવશે. ૨૧ નવેમ્‍બરે આ ફિલ્‍મ દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે. ડિફેન્‍સ થિએટરમાં રિલીઝ કરીને ફિલ્‍મમેકર્સ જેમના માટે આ ફિલ્‍મ બની છે, એવા દેશના સૌથી પ્રતિકૂળ સ્‍થળો પર પહેરેદારી કરી રહેલા જવાનો પણ આ ફિલ્‍મ માણી શકે તે હેતુથી આ પ્રકારે રિલીઝનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. દેશભરમાં ૮૦૦ ડિફેન્‍સ થિએટર છે. જે મોટા ભાગે દૂરસુદૂરના વિસ્‍તારોમાં વસતા જવાનોના પરિવારો અને જવાનો માટે બન્‍યાં છે. તેમના માચે સમાન્‍ય રીતે શહેરોમાં રિલીઝ થતી ફિલ્‍મ જોવી મુશ્‍કેલ હોય છે. 

આ અંગે પિક્‍ચર ટાઇમના સીઇઓ અને ફાઉન્‍ડર સુશીલ ચૌધરીના જણાવ્‍યા અનુસાર, ‘‘દેશમાં હાલ દોઢ કરોડ સૈનિકો છે અને છ કરોડ દર્શકો છે. તેમાં દેશના ૨ કરોડ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો, માત્ર ૩૦ ટકાને જ ડિફેન્‍સ થિએટરનો લાભ મળે છે. તેથી અમે બાકીના ૭૦ ટકા સુધી પહોંચવા માગતા હતા અને ૧૨૦ બહાદુરથી તેની ધમાકેદાર શરૂઆત થશે, કારણ કે આ ફિલ્‍મ સાથે સેના પોતાને જોડી શકશે.''

એક્‍સેલ એન્‍ટરટેઇનમેન્‍ટના સીઈઓ વિશાલ રામચંદાનીએ કહ્યું, ‘‘આપણા જવનોની બહાદુરી અને બલિદાનને ૧૨૦ બહાદુર એક શ્રદ્ધાંજાલિ છે. અમે ખુશ છીએ કે જે જવાનોનો જુસ્‍સો આ ફિલ્‍મમાં ઉજવાયો છે, તેઓ અને તેમના પરિવારો આ ફિલ્‍મ જોઈ શકશે. ''

આ ફિલ્‍મમાં ચીન સામેના યુદ્ધ દરમિયાન થયેલી રેઝિગલાની લડાઈની વાત કરવામાં આવી છે, જેમાં ફરહાન અખ્‍તર મેજર શૈતાનસિઘના રોલમાં જોવા મળશે. આ ફિલ્‍મ રેઝી ઘાઈ દ્વારા ડિરેક્‍ટ કરવામાં આવી છે.(૩૮.૩)

 

(10:09 AM IST)