News of Tuesday, 18th November 2025
સોહેલના ઘરે ઉજવણીમાં સલમાન ખાન અને હેલન પણ પહોંચ્યા
સલમા અને સલીમ ખાનની ૬૧મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી

મુંબઇ, તા.૧૮: સોમવારે સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનની ૬૧મી વેડિંગ એનિવર્સરી હતી. આ પ્રસંગે આખા ખાન પરિવારે સોહેલ ખાનના ઘરે સાથે મળીને ઉજવણી કરી. આ અવસરે ખાન પરિવાર સહીત ઘણા સિલેબ્સ સામેલ થયા હતા
માતા-પિતાની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે સલમાન ખાન પણ અહીં જોવા મળ્યો હતો. સલમાન પોતાની સિકયોરિટી સાથે સોહેલના ઘરે પહોંચ્યો અને પેપરાઝી તરફ હાથ હલાવીને તેમનું અભિનંદન કર્યું.
સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ ખાન પરિવારના આ જ‘માં પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. શેરા સાથે તેનો પુત્રએ પણ પેપરાઝી સામે પોઝ આપ્યા. આ પ્રસંગે સલમાનની બહેન અલવિરા અને તેમની બીજી માતા હેલન પણ હાજર હતા. આ ઉપરાંત, ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ પણ ખાન પરિવારના આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા
(3:22 PM IST)
