<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 24th November 2025

૭૧ વર્ષની ઉંમરે પણ રેખાજીનો આ દિલકશ અંદાજ જોઈ લેશો હૃદય ધબકારો ચૂકી જશે

મુંબઇ તા.૨૪: બોલીવૂડના સદાબહાર, એવરગ્રીન, ઉમરાવ જાન એક્‍ટ્રેસ રેખાના આ લૂકને જોઈને તેમના ફેન્‍સની દિલની ધડકનો આજે પણ તેજ થઈ જતી હોય તો બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્‍ચનને ઈર્ષ્‍યા થાય એ સ્‍વાભાવિક છે. ૭૧ વર્ષની ઉંમરમાં પણ રેખાજી પોતાની દિલકશ અદાઓ અને સુંદરતાથી ફેન્‍સને ઘેલું લગાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર રેખાજીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં કે રેખાજીનો ઓલ બ્‍લેક લૂક વિથ ડેનિમ જેકેટ જોવા મળી રહ્યો છે. રેખાજી આ વીડિયોમાં તેમની ઉંમર કરતાં નાના લાગી રહ્યા છે

વાત જાણે એમ છે હાલમાં જ બોલીવૂડ એક્‍ટ્રસ હેલનની બર્થડે પાર્ટીમાં રેખાજી પહોંચ્‍યા હતા. કોઈ પણ ઈવેન્‍ટ હોય કે પાર્ટી હોય રેખાજી હંમેશા પોતાના લૂકથી ચાર ચાંદ લગાવે છે અને આ વખતે પણ તેણે પોતાની આ પરંપરા જાળવી રાખી હતી. પેપ્‍ઝ પણ દરેક ઈવેન્‍ટમાં રેખાજીની એક ઝલક જોવા માટે આતુર હોય છે. ફેન્‍સની સાથે સાથે રેખાજી પેપ્‍ઝની પણ ફેવરેટ છે. રેખાજી પણ પેપ્‍ઝ સાથે મસ્‍તી કરવાનો મોકો છોડતાં નથી હવે ફરી વખત રેખાજી પોતાના સ્‍ટાઈલ અને લૂકને લઈને ચર્ચામાં આવ્‍યા છે.

પેપ્‍ઝને જોઈને રેખાજીએ કાતિલાના પોઝ આપ્‍યા હતા. એટલું જ નહીં પણ વીડિયોમાં રેખાજી પેપ્‍ઝના કેમેરો લોઈને ફોટો પણ ખેંચતા જોવા મળ્‍યા હતા. રેખાજીનો આ ચુલબુલો અંદાજ પેપ્‍ઝ અને ફેન્‍સ બંનેને ખૂબ જ પસંદ આવે છે. આ વીડિયો પર ફેન્‍સ લાઈક્‍સ અને કમેન્‍ટ કરીને વ્‍હાલ વરસાવી રહ્યા છે.

રેખાજીની વાત કરીએ તો રેખાજી લાંબા સમયથી ફિલ્‍મોથી દૂર રહે છે. પરંતુ ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીની વિવિધ ઈવેન્‍ટ્‍સ, પાર્ટી કે એવોર્ડ ફંક્‍શનમાં તેમની એક ઝલક જોઈને ફેન્‍સ ઘેલાં ઘેલાં થઈ જતા હોય છે. તમે પણ રેખાજીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્‍યારે જ જોઈ લો...

(10:11 AM IST)